વાહ પટેલ ! વાહ !

September 21 2015
Written By GujaratilexiconGurjar Upendra

રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે.

ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને ઉઠાવી જાય.

હિંસક પ્રાણીઓનો ભય પટેલને સતાવે. રખેને કોઈ દીપડો આવીને પાડીને ઉઠાવી જાય તો ? !..તેથી પટેલ પાડીને ખભે બેસાડીને, રોજ રાત્રે મેડા ઉપર ચઢાવી દે. પટેલનો આ નિત્યક્રમ બની ગયો.

છ મહિના વીતી ગયા. પાડી તો ખાસ્સી મોટી થઈ ગઈ. છતાં પટેલ પહેલાંની જેમ જ સરળતાથી તેને મેડે ચઢાવી દે. એકવાર પટેલના ઘેર તેમના મિત્ર આવ્યા. નામ ભીમજી પટેલ. ભીમ જેવા તગડા, અને બળનું ભારે અભિમાન.

પુંજા પટેલે વિચાર્યું,’ આજે ભીમજીનું અભિમાન ઉતારું.’ તેમણે ભીમજીને પડકાર ફેંક્યો, ‘બોલ ભીમજી ! મારી પાડી તું મેડે ચડાવી દે તો રૂ।. 

૫૦૦નું ઈનામ !’ ભીમજી તરત તૈયાર થયો. સઘળું જોર કરી તેણે પાડી ખભે તો ચઢાવી, પણ પહેલું પગથિયું ચઢતાં ‘ધડામ’ કરતો નીચે પછડાયો.

ભીમજી માંડ-માંડ ઊભો થયો. પુંજા પટેલ કહે, ‘ભીમજી ! જો હવે હું પ્રયત્ન કરું છું.’ પુંજા પટેલને રોજનો મહાવરો. તેમણે પાડીને ખભે બેસાડ અને સડસડાટ મેડે ચઢી ગયા. ભીમજી ફાટી આંખે જોઈ રહ્યો. પછી પુંજા પટેલે ભીમજીને માંડીને વાત કરી. અને સમજાવ્યું કે, ‘કામ ગમે 

તેટલું અઘરું હોય, પણ તેને સતત-નિયમિત કરવા રહો તો સરળ થઈ જાય છે.’

 

More from Gurjar Upendra

More Stories

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

ડિસેમ્બર , 2024

ગુરૂવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects