રોનિતાની બહાદુરી

January 09 2020

રોનિતા સાતમા ધોરણમાંં હતી. સરળ અને શરમાળ. એનાંં મમ્મી-પપ્પા નોકરી કરતાંં હતાંં. તેમણે
રોનિતાને ટ્યૂશનમાંં મૂકી હતી. રોનિતા સાઈકલથી આવ-જા કરતી હતી. એક દિવસ સાંંજે રોનિતા ઉદાસ હતી. મમ્મીએ પૂછૂયું, ‘શું થયું બેટા ?
રોનિતાએ કહ્યું, મમ્મી, હું કાલથી ટ્યૂશન નહીં જાઉં. મમ્મીએ ચિંતાભયૉ અવાજે પૂછૂયું, કેમ?
‘મમ્મી કેટલાક છોકરાઓ બહુ હેરાન કરે છે. ક્યારેક મારી સાઈકલ પાડી દે છે, તો ક્યારેક સાઈકલને પંંચર કરી દે છે.
મને બહુ બીક લાગે છે. રોનિતાએ રડતાંં-રડતાંં કહ્યું.મમ્મીએ રોનિતાને હિંમત રાખવાની સલાહ આપી.
બીજા દિવસે રોનિતાનાંં મમ્મી ટ્યૂશનમાંં ગયાંં અને ટીચરને બાળકોનું ધ્યાન રાખવાની વાત કરી. એ દિવસથી છોકરાઓ
રોનિતાને હેરાન કરતાંં બંંધ થઈ ગયા હતા. રોનિતાનાંં મમ્મી તેને મજબૂત બનાવવા માગતાંં હતાંં. મમ્મીએ નજીકના કરાટે ક્લાસમાંં રોનિતાનું એડમિશન કરાવ્યું.
અરે, થોડા જ દિવસોમાંં રોનિતા કરાટેના સ્ટ્રોક્સ શીખી ગઈ. એનામાંં પહેલાંં કરતાંં પણ વધારે આત્મવિશ્વાસ અને હિંંમત આવ્યાંં. ધીરે-ધીરે તે પરફેક્ટ રીતે કરાટે શીખી ગઈ. રોનિતા આઠમા ધોરણમાંં આવી ગઈ હતી. હવે તો તે બહુ જ હિંમતવાળી થઈ ગઈ હતી. રોનિતા તેની ફ્રેન્ડ્રસ વિશ્વા અને મેશ્વા સાથે સ્કૂલે આવતી અને
સાથે જ જતી. ત્રણેય સાઈકલ પર સ્કૂલે આવતી-જતી હતી.
એક દિવસ ત્રણેય ફ્રેન્ડ્રસ સ્કૂલેથી છૂટીને ઘેર જતી હતી.એ સમયે તેમની જ ક્લાસના ચાર તોફાની છોકરાઓ સાઈકલ લઈને જતા હતા. એમાંંથી એક છોકરાએ મેશ્વાની સાઈકલ જાણીજોઈને ટક્કર મારી.મેશ્વા નીચે પડી ગઈ. રોનીતાએ અને વિશ્વાએ તેને ઊભી કરી. પછી તો રોનિતા ઝડપથી સાઈકલ દોડાવીને તેની પાછળ
ગઈ. એ છોકરાની સાઈકલ ને તેણે જોરથી ટક્કર મારી. એ છોકરો નીચે પડી ગયો એટલે તેના બીજા ફ્રેન્ડૂસ રોનિતાને ગમે તેમ બોલવા લાગ્યા, તેને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ એ જ સમયે રોનિતાએ આ ચારેયને કરાટને દાવ અજમાવીને ધોઈ કાઢ્યા. એ છોકરાઓ આખરે રોનિતાને સોરી કહીને ત્યાંંથી ભાગ્યા
અને ફરી ક્યારેય કોઈને હેરાન નહીં કરે એવું પ્રોમિસ પણ આપ્યું. આ ઘટના પછી વિશ્વા અને મેશ્વાએ પણ કરાટે ક્લાસ શરૂ કરી દીધા. આ તરફ રોનિતાનાંં
મમ્મી-પપ્પા રોનિતાની બહાદુરી જોઈને ખુશ થઈ ગયાંં હતાંં.

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects