માધવની સમજદારી

February 11 2020

માધવ અને માનવ એક જ સ્કૂલમાં ભણે. રિસેસમાં સાથે નાસ્તો કરે. માધવ પૈસાદાર હોવા છતાં રોજ ઘરેથી બનાવેલો જ નાસ્તો લાવે, જ્યારે માનવ મોટાભાગે પેકેટમાં મળતો તૈયાર નાસ્તો જ લાવે. આજે પણ રિસેસમાં માધવ અને માનવ સાથે નાસ્તો કરતા હતા. માધવ ઘરનો નાસ્તો કરતો હતો, જ્યારે માનવ નૂડલ્સ ખાતો હતો.નૂડલ્સના પેકેટમાંથી સરસ મજાનું એક રમકડું નીકળ્યું. માધવને એ રમકડું ખૂબ જ ગમી ગયું માધવે ઘરે આવીને તેના પપ્પાને કહ્યું કે, મારે પણ માનવ જેવા નૂડલ્સ લેવા છે તેમાંથી કેવાં સરસ રમકડાં નીકળે છે. અત્યારે નહીં, પણ હું તને અપાવીશ નૂડલ્સ. માધવ પપ્પાની વાત ટાળી ન શક્યો. આ તરફ ત્રણ-ચાર દિવસ સુધી સ્કૂલે માનવ ન આવતા માધવને મજા આવતી ન હતી. રિસેસમાં તે એકલો જ નાસ્તો કરતો. આજે માધવે મોહિતને પૂછ્રયું,‘માનવ તારા ઘર પાસે જ રહે છે. ત્રણ ચાર દિવસથી કેમ શાળાએ આવતો નથી? હું તેની દરરોજ રાહ જોયા કરું છું. તે તો ત્રણ-ચાર દિવસ થયા માંદો પડ્યો છે. તેને
પેટમાં બહુ દુ:ખે છે અને ઉધરસ પણ થઈ ગઈ છે. હજુ બે દિવસ ડોક્ટરે તેને આરામ કરવા ક હું છે. મોહિત બોલ્યો. ઘેર આવી માધવે તેના પપ્પાને કહ્યું, માનવ માંદો પડ્યો છે. તેથી શાળાએ આવતો નથી. મને તેના વિના સ્કૂલમાં ગમતું નથી. માધવના પપ્પા કહે, બેટા, માનવે લીધું હતું તેવું નૂડલ્સનું પેકેટ લેતો આવ. માધવ રાજી થઈને તેવું જ નૂડલ્સનું પેકેટ લઈ આવ્યો. માધવના પપ્પા પ્રદિપભાઈ નૂડલ્સનું પેકેટ બારીકાઈથી બતાવતા કહે, જો આ પેકેટ ઉપર બનાવટની તારીખ, એક્સપાયરી ડેટ, નંબર કશું લખેલું નથી. બાળકોને ભોળવવા તેઓ અંદર નાનાં રમકડાં નાખે છે, તેથી બાળકો લલચાય. આવો હલકી ગુણવત્તાવાળો નાસ્તો ખાવાથી માંદા જ પડાય. માનવે પણ આવો નાસ્તો કર્યો હતો, તેથી બીમાર પડ્યો. માધવના ગળે પપ્પાની વાત ઉતરી ગઈ. તેણે પપ્પાને પ્રોમિસ આપ્યું કે તે ક્યારેય તે હલકી ગુણવત્તાવાળા નાસ્તાની જીદ નહીં કરે.

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects