મદદગાર હોય એજ મિત્ર

December 26 2019

ખરાબ સમયમાંં જે સાથ આપે છે તે જ સાચો મિત્ર છે. સાચો હિતેચ્છુ છે, પરંંતુ જે વિપરીત પરિસ્થિતિમાંં આપણને એકલા મૂકી ભાગી જાય તેવા લોકોથી હંમેશાંં દૂર રહેવું
જોઈએ એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર થઈ જાય તેવી મિત્રતા. એકનું નામ હતું લાલુ અને બીજાનું નામ હતું ગોલુ. લોકોને બંનેની જોડી અજીબ લાગતી હતી,
કારણ કે લાલુ થોડો વધારે દૂબળો હતો, જ્યારે ગોલુ વધારે પડતો જાડો હતો. એક દિવસ બંને મિત્ર રમતાંંરમતાંં ગામથી ઘણા દૂર નીકળી ગયા અને જંગલમાંં રસ્તો ભૂલી ગયા. સાંંજ થવા આવી હતી પણ તેમને માગૅ સૂઝતો ન હતો. બંનેને ભય પણ લાગતો હતો. ભય લાગે તેવી વાત પણ હતી, કારણ કે જંગલ ખૂબ મોટું હતું અને
ત્યાંં જંગલી જાનવરો પણ રહેતાંં હતાંં. બંને ડરતાંં ચાલી રહ્યા હતા ત્યાંં જ સામે એક રીંછ આવતું જોવા મળ્યું રીંંછને નિહાળીને બંનેની હાલતા ખરાબ થઈ ગઈ. બંનેને
સમજાતું ન હતું કે કેવી રીતે બચી શકાય ! કરીએ અને શું ન કરીએના અસમંજસમાંં બંને ત્યાંંથી ભાગ્યા. દૂબળો લાલુ તો ફટાફટ એક ઝાડ પર ચઢી ગયો. ગોલુ ચઢવાનો
પ્રયત્ન કરવા લાગ્યો પણ શરીર જાડો હોવાને કારણે તે ચઢી શકતો ન હતો. લાલુને ગોલુની ચિંતા થવા લાગી કે હવે કરવું શું. રીછ ગોલુને ફાડી ખાશે.તેટલામાંં લાલુને
એક યુકિત સૂઝે છે. તેણે ગોલુને ધીમેથી કહ્યું કે. સાંંભળ્યું હતું કે રીંછ મૃત શરીરને નથી આરોગતું. તો તું જમીન પરશ્વાસ રોકીને ચત્તો સૂઈ જ. ગોલુ શ્વાસ રોકીને
જમીન પર ચત્તો સૂઈ ગયો. રીંછ તેની પાસે આવ્યું ને તેને સૂંઘવા લાવ્યું અને તેને મૃત સમજી ત્યાંંથી ચાલ્યું ગયું. અને આ રીતે ગોલુનો જીવ બચી ગયો. રીંછના
ગયા પછી લાલુ નીચે આવ્યો અને બોલ્યો મિત્ર, તું બરાબર તો છેને ? ગોલુએ ગળે લગાવીને કહ્યું કે જે ખરાબ સમયમાંં સાથ આપે તે જ સાચો મિત્ર છે.
વિકટ સમયમાંં તે મારો સાથ આપ્યો છે. આ સાંંભળી લાલુએ કહ્યું: આખરે મિત્ર મિત્રની મદદે નહીં આવે તો કોણ આવશે. આ કથા દ્ર્રારા શીખવા મળે છે
કે ખરાબ સમયમાંં જે સાથ આપે છે તે જ સાચો મિત્ર છે અને સાચો હિતેચ્છુ છે.

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects