બાળ શ્રીકૃષ્ણ
July 23 2015
Written By Gurjar Upendra
દોડતાં રાક્ષસનાં મોં પાસે ગયા અને…
શ્રીકૃષ્ણ ગોકુલમાં ગોપબાળો વચ્ચે મોટા થઈ રહ્યા હતા. તેઓ હવે પાંચ વર્ષના થઈ ગયા હતા. તેઓ ગોપબાળો સાથે વાછરડાં હાંકી જંગલમાં ચરાવવા જતા હતા. એ સૌની સાથે શ્રીકૃષ્ણ પણ દોડી દોડીને આગળ જતા હતા.
ગાયો-વાછરડાં ચરી રહ્યાં હતાં. શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે ખેલી રહ્યા હતા. સૌ હસી-મજાક કરી રહ્યા હતા. આ બધું દૂર સંતાઈને ઊભા રહેલાં રાક્ષસ આઘાસુરથી સહન થયું નહીં. શ્રીકૃષ્ણે અઘાસુરના ભાઈ બકાસુર અને બહેન પૂતનાનો વધ કર્યો હતો. તે શ્રીકૃષ્ણને મારવા અહીં આવ્યો હતો.
અઘાસુરે રાક્ષસીલીલા આદરી. તેણે અજગરનું રૂપ લીધું. તેણે પોતાની કાયાનો આઠ માઈલ જેટલો વિસ્તાર કર્યો. મોં ઉઘાડ્યું તો તે મોટી ગુફા જેવડું થઈ ગયું. તે એમ જ પડી રહ્યો.
ગાય-વાછરડાં ચરતાં ચરતાં એના મોંમાં પ્રવેશ્યાં. તેની પાછળ રમતાં રમતાં ગોપબાળો પણ પ્રવેશી ગયા. આ સમયે શ્રીકૃષ્ણ એક ઝાડ નીચે બેઠા હતા. અચાનક એમનું ધ્યાન આ તરફ ગયું અને બધાંને રાક્ષસના મોંમાં રમતા જોઈ ચોંકી ગયા.
તે તરત ઊભા થયા. દોડતા રાક્ષસના મોં પાસે ગયા ને અંદર પ્રવેશ્યા. રાક્ષસ આ પળની જ રાહ જોતો હતો. પરંતુ શ્રીકૃષ્ણ કંઈ કમ ન હતા. તેઓ રાક્ષસને મારી ગાયો અને ગોપબાળોને બચાવવા ઇચ્છતા હતા.
શ્રીકૃષ્ણે પોતાની માયા બતાવી. તેમણે પોતાનો દેહ વિસ્તારવા માંડ્યો. રાક્ષસના મોં કરતાંય કદ વધારી દીધું. અજગરરૂપી રાક્ષસનો કંઠ રૂંધાવા લાગ્યો. તેને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તે ગૂંગળાઈ ગયો અને મરી ગયો. શ્રીકૃષ્ણે ગાયો અને ગોપબાળોને સહીસલામત બહાર કાઢ્યા ને પછી જ તેઓ નાનું સ્વરૂપ લઈ બહાર આવ્યા. આમ અઘાસુરનો શ્રીકૃષ્ણે વધ કર્યો.
– નટવર પટેલ
More from Gurjar Upendra
More Stories
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.