નગુણી કાગડો
January 21 2020
Written By Rahul Viramgamiya
અડાબીડ જંગલની વચ્ચે એક તળાવ.તળાવકાંઠે અનેક પક્ષીઓ રહે. એમાં એક કાગડો પણ રહે. આ કાગડો ખરાબ લક્ષણોથી ભરપૂર હતો. તે પોતાના સ્વર્થ માટે બીજાને નુકસાન પહોંચાડવામાં પણ શરમાતો નહીં. કોઈને ચાંચ મારે તો કોઈની માથે ચરકે. આવું રોજ-રોજ સહન કરતાં પક્ષીઓ તેને નગુણી કહેતા અને ક્યારેય બોલાવતાં નહીં. તેમ છતાં કાગડો બધાં પક્ષીઓને રંજાડ્યા કરે. એક વખત કાગડોએ તળાવમાં ઘણી બધી માછલી જોઈ. તે તરાપ મારીને માછલી પકડવા જતાં સીધો કાદવમાં ખૂંપી ગ યો. તેણે કહ્યું,’ઓ બગલાભાઈ,મેં તમને બહુ જ હેરાન કર્યા એ બદલ તમારી માફી માગું છું. પ્લીઝ મને બચાવો. કાગડાની દયામણી વાણી સાંભળી બગલાને દયા આવી. બગલાએ મહામહેનતે કાગડાને બહાર કાઢ્યો, પણ કાગડો બહાર નીકળ્યો કે ઊડ્યો અને ઊડતાં-ઊડતાં બ ગલાને માથે ચરક્યો. વળી, થોડા દિવસ થયા ત્યાં આ કાગડાના પગ પતંગની દોરીમાં ભરાયા. દોરીમાંથી નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એનાથી નીકળાયું નહીં. બાજુમાં બગલાભાઈ તેમના મિત્રો સાથે કિલ્લોલ કરતા હતા. કાગડાએ બૂમ મારી,‘અરે, બગલાભાઈ, મને માફ કરો..’ બગલાએ જવાબ આપ્યો,‘તું જ્યારે કાદવમાં ખૂંપ્યો મેં જ તને પગ કાઢ્યો હતો અને છતાં તું મારા માથે ચરકેલો. તું ક્યારેય નહીં સુધરે. પણ એમાંથી એક બગલાને દયા આવી અને કાગડાના પગમાં જે દોરી ફસાઈ હતી તેમાંથી તેના પગ કાડ્યા. કાગડો છૂટ્યો કે તેણે એ બગલાને જોરદાર ચાંચ મારી અને ઉપરથી ચરક્યો. પછી ઊડી ગયો. બે-બે વખત બગલાએ એનો જીવ બચાવ્યો હતો, છતાં કાગડાને જરાય શરમ નહોતી. એક દિવસે એ કાગડો જંગલમાં ફરતો-ફરતો. કોઈ શિકારીના હાથમાં આવી ગયો. સંજોગવશાત બન્યું એવું કે પેલા બગલાઓ પણ ત્યાં હાજર હતા. કાગડાને ફસાતા જોઈને બધા બગલા ત્યાંથી ઊડી. ગયા. આ વખતે તેમણે કોઈએ દયા ખાધી નહીં. વળી કાગડાએ ઘણી બૂમો મારી, પણ પેલા બગલા આ વખતે કશું સાંભળતા જ ન હોય એમ ચાલ્યા ગયા. જ્યારે કાગડાભાઈ કાયમના માટે મોતના મુખમાં જતા રહ્યા..
More from Rahul Viramgamiya
More Stories
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.