તળાવનું પાણી કોણે પીધું ?
January 22 2020
Written By
Rahul Viramgamiya
એક સુંદર મજાનો બગીચો હતો. બગીચામાં મોટું તળાવ હતું. તળાવમાં કમળ ખીલેલાં હતાં. આ તળાવમાં એક નાની પરી રહેતી હતી. ઉનાળાના દિવસો હતા. સૂરજદાદા તાપ વરસાવી રહ્યા હતા. ઉનાળો હોવાથી પરીએ તળાવ છોડવું પડ્યું. તે બે મહિના માટે તળાવથી ઘણે દૂર ચાલી ગઈ. બે મહિના પછી પરી તળાવ પાસે આવી ત્યારે તેણે જોયું કે તળાવમાં પણી હતું જ નહીં. કમળ કરમાઈ ગયાં હતાં. આસપાસનાં ફૂલો પણ કરમાઈ ગયાં હતાં. આ બધું જોઈને પરી દુ:ખી થઈ ગઈ. તે રસ્તામાં બધાંને પૂછવા લાગી. સૌ પ્રથમ પરીને ચકલીબહેન મળ્યાં. તેણે પૂછૂયું, ‘ચકલીબહેન, મારા તળાવનું પાણી કોણે પીધું ? ચકલીબહેને કહ્યું, ‘મેં નથી પીધું. પછી મોરભાઈને પૂછૂયું. મોરે કહ્યું, ‘મેં પણ નથી પીધું. હંસભાઈને પૂછૂયું. તેમણે કહ્યું, અમારે તો પાણી પીવા ઘણે દૂર જવું પડે છે, તેથી મેં પણ પાણી નથી પીધું. આમ, બધાનો એક જ જવાબ, ‘અમે તળાવનું પાણી નથી પીધું આ સાંભળી પરી ખૂબ દુ:ખી થઈ ગઈ. તેણે ઉપર આકાશમાં જોયું તો સૂરજદાદા હસી રહ્યા હતા. આખરે પરીએ સૂરજદાદાને પૂછૂયું, સૂરજદાદા, મારું તળાવનું પણી કોણે પીધું હશે ? મારા કમળ પણ કરમાઈ ગયાં છે. હવે હું ક્યાં રહીશ સૂરજદાદા ? આ સાંભળી સૂરજદાદા હસવા લાગ્યા. સૂરજદાદાએ કહ્યું, તળાવનું પાણી બીજા કોઈએ નહીં, પણ મેં જ પીધું છે. સૂરજદાદાની વાત સાંભળી પરીએ કહ્યું, ‘તમે મારું પાણી કેમ પીધું દાદા ? હવે હું ક્યાં રહીશ ? સૂરજદાદાએ કહ્યું, ચિતા ન કર. હું હમણા જ કંઈક ઉપાય કરું છું. આમ કહી સૂરજદાદા વાદળ પાછળ છુપાઈ ગયા અને અચાનક જ વરસાદ વરસવા માંડ્યો. આમ, તળાવનું પાણી ભરાવા લાગ્યું. આ જોઈને પરી ખૂબ જ ખુશ થઈ ગઈ. ફરી પાછાં કમળ ખીલવા લાગ્યાં અને બગીચામાં રહેલાં ફૂલો પણ ખીલવા લાગ્યાં.
More from Rahul Viramgamiya



More Stories



Interactive Games

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.