જંગલના ભાગલા

December 11 2019

એક જંગલ હતું. લીલુંછમ અને ગુફાઓથી ભરેલું. જંગલની વચ્ચોવચ રાજા સિંહની ગુફા હતી. જંગલના ચારે ખૂણે હાથી, ચિત્તા, દીપડા, રીંછ, વરુ જેવાંં શક્તિશાળી પ્રાણી રહેતાંં. રાજા સિંહને જંગલનાંં બધાંં પ્રાણીઓ બહુ પ્રેમ કરતા, પણ પડોશી જંગલનાંં પ્રાણીઓ અહીંની શાંંતિનો ભંગ કરવા માગતાંં હતાંં. એક દિવસ કેટલાંંક પ્રાણી તળાવનુંં પાણી પી રહ્યાંં હતાંં ત્યારે તેમણે જોયું તો એક વિચિત્ર પ્રાણી તળાવના કિનારે ફરતું હતું. તેને છ પગ અને બે નાક, ત્રણ આંંખ, એક કાર અને એક નાની ગુચ્છાદાર પૂંછડી હતી. ગજ્જુ હાથીએ પૂછૂયું, તું કોણ છે ? મારુંં નામ જગડૂ છે. બાજુના જંગલમાંં રહું છું. આજે તમારા જંગમાંં ફરવા માગું છું. ફરી શકો છો,પરંતુ અમારા જંગલમાંં શિકાર કરવાની મનાઈ છે. હાથીએ તેને સમજાવ્યો. જગડૂએ જોયું કે અહીં બધાંં પ્રાણીઓ સંપીને રહે છે. આવું જંગલ દુનિયામાંં ક્યાંંય એણે જોયું નથી. ક્યાંંક ઉદરને પીઠ ઉપર બેસાડી બિલાડી ફરતી હતી. ક્યાંંક સસલું અને શિયાળ બેટ-બોલથી ક્રિકેટ રમી રહ્યાંં હતાંં. તે જંગલના રાજા સિંહને મળ્યો. વાત કરતા સાંંજ પડી. જગડૂને ઊંઘ આવી. સવારમાંં ઊઠતાંં જ તેણે જોયું તો મોઢું ધોવા માટે વાંંદરો પાણી લઈને ઊભો હતો. કૂતરો રૂમાલ લઈને ઊભો હતો. ગાય સવાર-સવારમાંં એક ગ્લાસ દૂધ તેના માટે આપી ગઈ. આટલી મહેમાનગતી કરવા છતાંં જગડૂએ સિંહને કહ્યું, તમારા રાજા હોવાનો શું ફાયદો ? જરા રૂઆબથી રહો. સિંહના મગજમાંં જગડૂની વાતની અસર થઈ. તેણે બળદ અને ઘોડાને વાંંક વિના વઢવાનું શરૂ કરી દીધું. સિંહના બગડેલા સ્વભાવની આખા જંગલમાંં ખબર પડી ગઈ.

જગડૂ હાથી પાસે પહોંચ્યોં, તમારુંં આટલું મોટું શરીર છે. છતાંં સિંહ તમારા ઉપર રાજ કરે ? સિંહના પરિવારમાંં કુલ વીસ કે પચ્ચીસ, પરંતુ તમે તો પચાસથી પણ વધારો છો. તમારે તેનાથી ડરવાની જરૂર નથી. આજે સિંહ, બળદ અને ઘોડાને ખિજાયો, કાલે તમને પણ ખિજાઈ શકે. તમે તમારી જમીનની આસપાસ તળાવ કિનારે રાજ બનાવો. હાથીઓએ જંગલની આસપાસની જમીન ઉપર પોતાનો કબજો જમાવી લીધો. આ રીતે જગડૂએ બધાંંને ભડકાવ્યા. હયું-ભયું જંગલ પાંંચ ટુકડામાંં વહેંચાઈ ગયું. હવે કોઈ પ્રાણી એકબીજા સાથે દેખાતાંં નહોતાંં. જગડૂ તો પોતાનું કામ પૂરું કરીને ત્યાંંથી જતો પણ રહ્યો. આ બધાંંમાંં લંબુ ઊંંટ સમજદાર હતું. તે સમજી ગયું કે જગડૂએ બધાંંને છૂટા પાડી દીધાંં છે. ત્યાંં તેની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેણે બધાંંને આમંત્રણ આપ્યું. એ દિવસે બધાંં લંબુને ત્યાંં આવ્યાંં. ઊંટ બોલ્યું, તમે સૌ મારા આમંંત્રણને માન આપીને આવ્યાંં તેનો મને આનંદ છે. હું તમને પૂછવા માગું છું કે જંગલ પાંંચ ભાગમાંં વહેંચાઈ ગયું છે તો આપ બધાંં એનાથી ખુશ છો કે પહેલાંં બધાંં સાથે હતાંં ત્યારે ખુશ હતાંં ? એક વિદેશી પ્રાણીએ આવીને આપણી વચ્ચે વેર બંધાવ્યું. ભાગલા પડાવ્યા,એકબીજાના દુશ્યમન બનાવ્યા. આથી હવે આપણે સંપીને રહીએ તો ફરીથી આપણું જંગલ નંદનવન બની રહે. બધાંંને ઊંટનો વિચાર ગમ્યો અને બધાંં રાજી થઈને સંપથી રહેવાનું વચન આપીને છૂટાંં પડ્યાંં.

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects