અકબર-બીરબલની વાર્તા
February 17 2020
Written By
Rahul Viramgamiya
મુસ્તકા નામે પોપટનો એક વાપારી હતો. તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો. એક દિવસે તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારીસારી વાતો શીખવાડી અને બધા જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો. દરબારમાં જઈને મુસ્તફાએ પોપટને પૂછ્યું, બોલ, આ કોના દરબાર છે ? પોપટે જવાબ આપ્યો- આ જહાંપનાહ અકબરનો દરબાર છે. આ સાંભળીને અકબર ખૂબ જ ખુશ થયા.તેમણે મુસ્તફાને કહ્યું કે, મારે આ પોપટ જોઈએ છે બોલ, તેની શું કિંમત છે? મુસ્તફા બોલ્યો: બાદશાહ, બધું તમારું જ છે તેથી તમે જે આપશો તે મને મંજૂર હશે. અકબરને મુસ્તફાનો જવાબ ગમ્યો અને તેમણે તેને સારી કિંમત આપીને પોપટ ખરીદી લીધો. અકબરે પોપટે રહેવાની સારી એવી વ્યવસ્થા કરાવડાવી. તેમણે તે પોપટને ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને સૂચના આપી કે આ પોપટને કંઈ પણ ન થવું જોઈએ. જો આ પોપટને જરા પણ કંઈ થયું તો તેને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે. હવે પોપટની ખાસ સંભાળ રખાઈ રહી હતી, પરંતુ થોડાક જ દિવસોમાં તે પોપટ મૃત્યુ પામ્યો. હવે તેની સૂચના મહારાજને કોણ આપે? રખેવાળ ખૂબ જ પરેશાન હતા. ત્યારે તેમાંથી એક જણે કહ્યું કે બીરબલ આપણી મદદ કરી શકે છે. બધાએ બીરબલ પાસે જઈને મદદ કરવા કહ્યું. બીરબલે એક ક્ષણ વિચારીને કહ્યું: ઠીકે છે, તમે બધા જાવ, મહારાજને આસમાચાર હું આપી દઈશ. બીરબલ બીજા દિવસે દરબારમાં પહોંચ્યો અને મહારાજને કહ્યું: મહારાજ, તમારો પોપટ….અકબરે પૂછયું, હ, શું થયું મારા પોપટને?બીરબલે ફરીથી ડરતાં ડરતાં કહ્યું, મહારાજ, તમારો પોપટ. અરે ભગવાન માટે કંઈક તો કહે મને કે શું થયું મારા પોપટને? અકબરે ચીડાતાં કહ્યું. જહાંપનાહ તમારો પોપટ કંઈ ખાતો નથી, પીતો નથી કંઈ બોલતો નથી, પાંખો પણ નથી ફ્ફડાવતો અને આંખો પણ નથી ખોલતો….રજાએ કહી દેને કે તે મરી ગયો. બીરબલ તરત જ બોલ્યો હુજૂર, મેં મૃત્યુના સમાચાર નથી આપ્યા, પરંતુ આવું તો તમે જ કહ્યું છે તેથી મને માફ કરી દેવામાં આવે અને મહારાજ નિરુત્તર થઈ ગયા.
More from Rahul Viramgamiya



More Stories



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.