કાગડાભાઈ કાલ નાન પરમકાલ ના અને આજના
October 27 2017
Written By S patel
મિત્રો આપણે સૌએ તરસ્યા કાગડા ની વાત તો સાંભળી જ છે , આજે નવા જમાના ના કાગડા ની વાત કરવી છે …….એ પણ એક પેઢીનાં નહિ બે બેનાં ; કેમ ?
આપણા સમય માં તો એક પેઢી માં બધા ય ભાન્ડુરડાઓ આવી જતા પણ હવે મોબાઈલ ની સાથે સાથે દર પાંચવર્ષે માનવજાત ની પેઢી પણ બદલાય છે -UPGRADE થાય છે ….
તો મિલતે હૈ મિલેનિયમ કાગડાભાઈ ને એટલે કે 2k ના શ્રીમાન કાગને
તો વાત એમ હતી કે ઉનાળા ની બળબળતી બપોર હતી , ગરમી એ માઝા મૂકી હતી.. , ગામ , પાદર, વગડો સુનાસુના હતા , નદી નાળા સુકાઈ ગયા હતા ત્યારે છોકરા ના હાથમાં થી ઝુંટવેલી અને શિયાળથી બચાવેલી પૂરી ખાધા પછી એક કાગડાભાઈને તરસ લાગી… ,
તે તો ઉપડ્યા પાણી ની શોધ માં , દૂર દૂર ઉડી ઉડી થાક્યા , પેલા હંસ એન્ડ કાગડા વાળી ૫૧ ઉડાન પણ ભરી પણ પાણી ની ભાળ ના મળી ;
થયા about turn , અને મળ્યા ફળ એટલે કે fruit નહિ પણ પાણી , શ્રીમાન કાગ ને S .T સ્ટેન્ડ નજીક એક નહિ બે તૂટેલા માટલા દેખાયા ,એમાં નું પાણી પણ દેખાયું , શ્રીમાન કાગ તો આવ્યા નીચે ડુબાડી ચાંચ , પણ પાણી ઘણું ઊંડું .
“ચાલો બીજે TRY કરીએ “,
ત્યાં પણ ના ફાવ્યા ,
“શું કરીએ “?
હા પપ્પા એ કીધેલી વાત યાદ કરી ,
એવી વાત થી તો શિયાળથી પુરી બચાવી હતી ને ,
હા તો જુના જમાના માં દાદા એ શું કરેલું ?
“YES… આજુબાજુ થી કાંકરા વીણી કુંજ માં નાખેલા ….”
કરી COPY -PASTE ;
માટલા ની આજુબાજુ ના કાંકરા લીધા અને નાખ્યા માટલા માં;
પણ આ શું ? આ તો કઈ કાંકરા થોડા હતા ?
આ તો ધૂળ ના ઢેફા હતા , પાણી ઉપર તો ના આવ્યું , ઓછું થયું અને ગંદુ થયું નફા નું …. હવે .
.. ફિકર નોટ , બીજું માટલું તો હજુ હતું જ ;,
હવે શ્રીમાન કાગએ પોતા ની બુદ્ધિ દોડાવી , બુદ્ધિ સાથે સાથે નજર પણ દોડાવી ….
બસ સ્ટેન્ડ પાસે જ એક ગલ્લો હતો , તે બંધ હતો પણ ત્યાં આપણા શ્રીમાન કાગને સોડા બોટલ ની ભૂંગળી ( આપણી STRAW દોસ્તો) દેખાઈ ,
અને પછી શું આ તો ૨૧મી સદીના કાગડાભાઈ , લીધી STRAW એક છેડો માટલા માં અને બીજો ચાંચ માં …એ ય ને મસ્તી થી ગુંટક ગુંટક પાણી પીધું ને ગયા ઉડી ….
ક્યાં તો ?બીજી વાર્તા સાંભળવા ..
કેવી રીતે તો? કાનમાં WALKMAN ભરાવી ને ….
હાઆ આ ભાઈ આ તો શ્રીમાન કાગ એ પણ ૨૧મી સદી ના …
તો પછી મોબાઈલયુગ ના મિસ્ટર કાગસ કેવા હશે ?
મળીશું NEXT TIME
મળીશું ને ?
More from S patel
More Stories
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.