શાયરી….
January 13 2015
Written By
Minal Mewada
જે સમયે રડ્યા હતા,
તે સમયને જ યાદ કરીને હસવુ આવે છે..!!
અને તે સમયે હસ્યા હતા,
તે સમયને યાદ કરીને રડવુ આવે છે..!!
– વિકાસ કૈલા
પ્રિયતમાનાં આંગળીયોમાં આંગળી પરોવી,
તેની આંખોમાં એકધારું જોવાથી..
ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. –
(ઘાયલ-રજ)
અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.
– બેફામ સાહેબની એક રચના
More from Minal Mewada



More Shayri



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં