પથ્થર સરકે છે…અજબ ગજબ
August 17 2015
Written By Gurjar Upendra
શું તમે એવું સુકું સરોવર જોયું છે જેમાં રહેલા ભારેભરખમ પથ્થર જાતે જ એની જગ્યાએથી સરકે છે અને એક ખૂણેથી બીજે ખૂણે પહોચી જાય છે ? આ દ્રશ્ય અમેરિકાના કેલીફોર્નીયામાં આવેલી ઇનયો કાઉન્ટીમાં આવેલા ડેથ વેલી નેશનલ પાર્કના ઉતર પશ્ચિમ ભાગમાં ઘણી વાર જોવા મળે છે. આ ડેથ વેલી નેશનલ પાર્ક દરિયાની સપાટીથી 3608 ફૂટ ઉચાઇ પર આવેલું છે અને 4.5 કિલોમીટર લાંબુ અને 2 કિલોમીટર પહોળું છે. અને અહી અજબ ગજબ ની વાત એ છે કે અહી પથ્થર તેની જાતે જ સરકે છે. અને એ પણ દુર દુર સુધી અને તેના નિશાન છોડતા જાય છે. અને આશ્ચર્ય ની વાત તો એ છે કે આમાંના ઘણા પથ્થર તો સેકડો કિલોના મોટા છે. આ પથ્થરો કેમ સરકે છે તે હજુ એક રહસ્ય જ છે.
આ સરોવરની સપાટીનો ઉતર ભાગ એના દક્ષિણભાગની સરખામણીમાં ફક્ત ચાર સેન્ટીમીટર ઉચો છે ખુબ વરસાદ પડે છે ત્યારે પર્વત પરથી પાણી પલાયા સરોવરમાં પડે છે. જો કે આ પાણી સરોવરમાં થોડોક સમય જ રહે છે. સૂર્યના આકરા તડકામાં પાણીની પાતળી સપાટી તરત વરાળ બનીને ઉડી જાય છે અને સપાટી પર કાદવનું નરમ પડ છોડતી જાય છે. આ સરોવરમાં કોઈ વનસ્પતિ પણ નથી. જયારે કીચડ સુકાય છે ત્યારે સપાટી સંકોચાઈ જાય છે અને તેમાં તિરાડ પડી જાય છે. રેસ ટ્રેક પર પથ્થરોનું તરવું એ એક ભૂવૈજ્ઞાનિક ઘટના છે. જોકે આ પથ્થરોને ખસતા ના તો કોઈએ જોયા છે કે ન એની ઉપર કોઈ ફિલ્મ બની છે. જે પથ્થરોની સપાટી ખરબચડી હોય છે તે સીધી દિશામાં સરકે છે જયારે ચીકણી સપાટી વાળા પથ્થર આમ તેમ ભટકી જાય છે.
શું આ પથ્થરો પવનથી અને બરફ ને કારણે સરકે છે?
એવું માનવામાં આવે છે કે મોટા ભાગના પથ્થરો ત્યારે ખસે છે જયારે પવનની ઝડપ કલાકના 90 મીલની હોય છે. દક્ષીણ-પશ્ચિમથી પસાર થતો પવન રેસટ્રેક પલાય પરથી પસાર થઈને ઉતર-પૂર્વની તરફ વહે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે જયારે વરસાદ થાય છે અને તેજ પવન ફુકાય છે ત્યારે સરોવર પર પાણીનું પાતળું પડ બની જાય છે જે આખા સરોવર પર ફેલાઈ જાય છે અને જયારે રાત્રીના સમયે તાપમાન નીચું આવી જાય છે ત્યારે આ પાણી જમીને બરફ બની જાય છે અને પવનથી બરફની જાડી ચાદરો વહે છે અને પથ્થરોને પણ સાથે સરકાવે છે.
આ પથ્થરો કેમ સરકે છે તે હજુ વૈજ્ઞાનિકો માટે પણ એક રહસ્ય છે. નાસાએ તેની એક ટીમ આ માટે પલાયા મોકલી છે પરંતુ તેઓ હજુ શુધી સંશોધન જ કરે છે અને કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. જોઈએ કે ભવિષ્યમાં આ રહસ્ય નું કારણ સામે આવે છે કે પછી હમેશ માટે એક રહસ્ય બની ને જ રહે છે.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.