પંજાબી વાનગી – પનીર ભુરજી
September 04 2015
Written By Gurjar Upendra
સામગ્રી – 100 ગ્રામ લીલી કોથમીર(બારીક કાપેલી), 500 ગ્રામ તાજું પનીર, 200 ગ્રામ ડુંગળી, 10 ગ્રામ આદું, 1 ચમચો કાપેલા લીલા મરચાં, ચપટી હળદર, 250 ગ્રામ કાપેલા ટામેટા, દોઢ ચમચા દેશી ઘી.
બનાવવાની રીત – એક મોટા વાસણમાં પનીરને બરાબર મસળી લો કે પછી સાવ નાના-નાના ટૂકડાં કરીને અલગ રાખો. આદુંને સાફ કરી પીસી લો.
કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાપેલી ડુંગળી નાંખી સોનેરી રંગની થાય ત્યાંસુધી સાંતળો. હવે તેમાં કાપેલા ટામેટા, આદું, લીલા મરચાં નાંખી સાંતળો. ઉપરથી હળદર અને મીઠું છાંટી ટામેટા ઓગળે ત્યાંસુધી સાંતળો. પછી તેમાં પનીર નાંખી એ રીતે હલાવો કે બધું મિશ્રણ એકસાર થઇ જાય. દસ મિનિટ સુધી ગેસની ચાલુ આંચે રંધાવા દો. પછી તેને ગેસ પરથી ઉતારી લીલી કોથમીરના પાંદડાની ગાર્નિશ કરી સર્વ કરો.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.