જાણાવ જેવું
August 05 2015
Written By Gurjar Upendra
યેશુ (ઈસુ) આ સાપને ચોક્લેટ બનાવી દેશે…
<span style="font-size: medium;"એક પાદરી દ્વારા કેટલાક લોકોને પોતાની આસ્થા સાબિત કરવા માટે જીવતો સાપ ખાઈ જવાની ફરજ પાડતા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ બન્યા છે. મિરર નામના અખબારમાં છપાયેલ સમાચાર મુજબ સાઉથ આફ્રિકામાં પિન્યુઅલ મુગની નામના પાદરીએ ચર્ચમાં આવેલા પોતાના અનુયાયીઓને મોઢામાં જીવતો સાપ ઠાંસીને કહ્યું કે, જો તમે ઈસુ ખ્રિસ્તને માનતા હો તો આ સાપને ખાઈ જાઓ. ઈશ્ર્વર આ સાપને ચોક્લેટ બનાવી દેશે. સોશિયલ મીડિયામાં આ તસવીરો આવ્યા બાદ સ્થાનિક પોલીસે પાદરીની ધરપકડ કરી જેલમાં નાખી દીધો છે.
હવામાં ઝૂલતું મંદિર
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાનું લેપાક્ષી મંદિર તેના હવામાં ઝૂલતા પિલ્લરોને કારણે વિશ્ર્વવિખ્યાત છે. આ મંદિરના ૭૦ થી વધુ પિલ્લરો કોઈપણ પ્રકારના ટેકા વગર ઊભા છે અને આ આખા મંદિરને ટકાવી રાખ્યું છે. મંદિરના આ અનોખા પિલ્લરો દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. શ્રદ્ધાળુઓમાં દૃઢ વિશ્ર્વાસ પ્રવર્તે છે કે, અહીંના પિલ્લર નીચેથી પોતાનું કપડું પસાર કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. અહીંના લોકોમાં પ્રવર્તતી દંતકથા મુજબ ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન રાવણે અહીંથી જ સીતાજીનું હરણ કર્યું હતું. કહેવાય છે કે, ૧૬મી સદીમાં અંગ્રેજોએ આ મંદિરનું રહસ્ય જાણવા મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યા હતા. મંદિરને ૧૫૮૩માં વિજયનગરના રાજા દ્વારા બંધાવાયું હતું. પૌરાણિક માન્યતા મુજબ મંદિરને ઋષિ અગત્સ્યે બનાવ્યું હતું. અહીં શિવ, વિષ્ણુ અને વીરભદ્રનાં અલગ-અલગ મંદિર છે. ભારતની સૌથી મોટી નાગપ્રતિમા પણ અહીં જ આવેલી છે.
આ બૂટ તમારા પગને આપશે બાઈક અને કારની ઝડપ
આજ-કાલની વ્યસ્ત દિનચર્યા અને ભાગ-દોડવાળી જિંદગીમાં બધું જ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. શું તમે ક્યારેય વિચાર્યું હતું કે, તમારા પગ પણ એક દિવસ બાઈક અને કારની ઝડપ પકડી શકે છે! વાત ભલે થોડી હંબગ લાગે પરંતુ આ શક્ય છે. હવે સેયમોર નામના એક વૈજ્ઞાનિકે આ પ્રકારનાં બૂટ શોધવાનો દાવો કર્યો છે. આ બાયોનિક બૂટ પહેરી કોઈ પણ વ્યક્તિ ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ બૂટની પાછળ એક સ્પ્રિંગ લાગેલી હોય છે જે કાંગારુની માફક છલાંગ લગાવવામાં મદદ કરે છે. જોકે, આ બૂટની કિંમત સાંભળીને તમે નિરાશ જરૂર થશો. તેની કિંમત છે ૧૬,૦૦૦ રૂપિયા.
રોબોટોએ મારી કર્મચારીઓના પેટ પર લાત
વિચારો! તમે કોઈ હોટલમાં જમવા જાઓ છો… અને ત્યાં તમારો ઑર્ડર લેવા કોઈ વેઇટર માણસના બદલે ‘રોબોટ’ આવે તો…? કલ્પના કરો કેવું દૃશ્ય હશે! આવો જ કાંઈક નજારો જાપાનની એક હોટલમાં જોવા મળે છે. અહીં તમામ સ્ટાફ રોબોટ જ છે. હોટલનું સંપૂર્ણ સંચાલન રોબોટ દ્વારા જ થાય છે. મહેમાનો માટે દરવાજો ખોલવાથી માંડી, ઑર્ડર, રસોઈ બનાવવાથી માંડી રિસેપ્સનિસ્ટ સુધીનાં તમામ કામ રોબોટ જ સંભાળે છે. ૭૨ રૂમની ‘હેનના’ હોટલના માલિકનું કહેવું છે કે, અમે રોબોટનો ઉપયોગ માત્ર લોકોનું ધ્યાન દોરવા જ નથી કરી રહ્યા, પરંતુ ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કેમ કરી શકાય તે વિશ્ર્વને બતાવવા માગીએ છીએ. જોકે, આ હોટલમાં મહેમાનોની સુરક્ષા માટે કેમેરા લગાવવામાં આવ્યા છે. એ જે હોય તે પરંતુ રોબોટના ઉપયોગથી હોટલના અગાઉ કામ કરતા કર્મચારીઓની છુટ્ટી કરી દેવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો રોબોટોએ અહીંના કર્મચારીઓના પેટ પર લાત મારી છે.
આ છોકરી રેતી, બબલરેપ, પ્લે ડો ને
કૂતરાનાં બિસ્કિટ્સ પણ ઝાપટી જાય છે
ઇંગ્લૅન્ડના વેડફીલ્ડ શહેરમાં રહેતી આઠ વર્ષની જેસિકા વોકર નામની છોકરીને ખાવાનું ખવડાવવા માટે તેની મમ્મી ગમે એટલા કાલાવાલા કરે તો પણ તેને નોર્મલ ખાવાનું ભાવતું નથી. તેને તો બસ ન ખાવાની ચીજો જ પસંદ છે. રેતી, માટી, રમકડાં બનાવવા માટે આવતો પ્લે ડો, ડોગીનાં બિસ્કિટ્સ અને કાચની ચીજો, રેપ કરવા માટે આવતા બબલરેપવાળું પ્લાસ્ટિક ખાવાનું ગમે છે. તેને અજાણ્યો ઇટિંગ-ડિસઓર્ડર છે. તેની સામે જંક-ફૂડ કે ફાસ્ટ-ફૂડ મૂકો તોય તેને નથી અપીલ કરતું. તે ભાંખોડિયું ચાલતી થઈ ત્યારથી તેની મમ્મી લિન્ડસે જેક્સને નોંધેલું કે તેને આડીઅવળી ચીજો ચાટવાની અને ખાવાની આદત છે, પણ તેને લાગેલું કે દીકરી સમજણી થશે એટલે એવું કરતી બંધ થઈ જશે. જોકે પછી તો જો તેને આવું કંઈક ખાવા ન મળે તો તે દીવાલ સાથે માથું ભટકાવીને રડતી. એ વખતે તેને ડૉક્ટર પાસે લઈ જવાઈ અને તેને પિકા ડિસઓર્ડર હોવાનું નિદાન થયું.
છત્તીસગઢની આ ક્ધયા છાત્રાલયનું બિલ સાંભળી તમ્મર ખાઈ જશો…
હમણાં…હમણાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના લાખો રૂપિયાના લાઇટ બિલને લઈને જોરદાર ચર્ચા ચાલી હતી, પરંતુ છત્તીસગઢના સરાયયાલી વિસ્તારના અધરિયા ક્ધયા છાત્રાલયનું બિલ સાંભળશો તો ખરેખર ચક્કર ખાઈ જશો. આ છાત્રાલયનું અહીંના વીજળી વિભાગે ૬૪ કરોડ ૫ લાખ ૯૧ હજાર ૬૨૦ રૂપિયાનું વીજળી બિલ થમાવી દીધું હતું. એટલું જ નહીં જો બિલને તેની સમયમર્યાદામાં ન ભર્યું તો એક કરોડ દંડ પણ ભરવો પડશેની નોટિસ ફટકારી હતી. બિલ જોઈ હોસ્ટેલ સંચાલકોના પગ તળેની જમીન ખસી ગઈ હતી. તો બિલ બનાવનારની આંખે પણ તમ્મર આવી ગયાં હતાં. જોકે આ આખો ગોટાળો વીજળી વિભાગની યાંત્રિક ખામીને કારણે સજાર્યો હતો. અસલી બિલ તો માત્ર ૪૫૦૦ રૂપિયા જ હતું.
બાળકોને પરાણે ખવડાવવાથી કોઈ ફાયદો નથી થતો
ફોર્સ ન કરો : અનહેલ્ધી વેઇટગેઇન થઈ શકે
આપણે માનીએ છીએ કે બાળકોને પ્લેટમાં જેટલું સર્વ કરવામાં આવે એ બધું જ પૂરું કરવાની આદત પાડવી એ સારી બાબત છે. પણ હકીકતમાં એનાથી નુકસાન થઈ શકે છે. ભૂખ ન હોય છતાં થાળીમાં પીરસેલું પૂરું કરવું જ પડશે એવા દબાણને કારણે વ્યક્તિની જમવાની રીતમાં ગરબડ પેદા થાય છે અને તે વજન વધારા તરફ દોરી જાય છે. વ્યક્તિ પોતાની સામાન્ય જમવાની રીત કેળવી શકે એ માટે જરૂરી છે કે બાળકને પરાણે વધારે ખાવા માટે દબાણ કરવામાં ન આવે. જો બાળકોને પ્લેટમાં મૂકેલું બધું જ પૂરું કરવાનું દબાણ કરવામાં આવે તો એનાથી લાંબા ગાળે તેમને પોતાના જ શરીરની ભૂખને સમજવામાં મુશ્કેલી પડે છે અને મા-બાપ ખુશ થાય ત્યાં સુધી ખા-ખા કરે છે. નોર્વેની સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસરોએ બાળકોની ફિઝિકલ એક્ટિવિટી, ટીવી જોવાનો સમય, ભૂખની રીત વગેરેનો અભ્યાસ કર્યો હતો. એમાં જોવા મળ્યું હતું કે બેસીને રમવાની રમતો કે ટીવી જોવાનું પ્રમાણ ઘણું ઓછું હોવા છતાં બાળકોનું વજન વધારે નોંધાયું હતું કે જે બાળકો ખોરાકની સુગંધ અને સ્વાદના આધારે પસંદ કરીને વધારે કે ઓછું ખાય છે તેમને પેટની ભૂખનો સાચો અંદાજ નથી આવતો. એને કારણે લાંબા ગાળે તેમની ભૂખ મુજબ જ ખાવાની આદત વિકસતી નથી. એને કારણે તેમનું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે.
બપોરે બેથી પાંચ ઊંઘવાનું સ્પેનમાં ફરમાન
સ્પેનમાં એક શહેરે તમામ નાગરિકો માટે બપોરના બેથી પાંચ વાગ્યા સુધીની ઊંઘ ફરજિયાત બનાવી છે. સ્પેનના વેલેન્સીયાના એડોર શહેરમાં મેયરે ફરમાન કર્યું છે કે દરેક શહેરીજનોએ બપોરના બેથી પાંચ ઊંઘ લેવાની છુટ્ટી હશે. આ ફરમાનનો અમલ થાય તે હેતુથી આ સમય દરમિયાન બાર-દુકાનો-ઑફિસો-માર્કેટ મનોરંજન સ્થળો – બધું બંધ રહેશે. સ્પેનમાં બપોરની ઊંઘનું વ્યાપક ચલણ છે. અહીંની ઑફિસોમાં તે માટે વ્યવસ્થા હોય છે પણ આ પ્રકારે આદેશ બહાર પાડવામાં આવ્યો હોય તે પ્રથમ ઘટના છે. મેયરે એ પણ સૂચના આપી કે આ સમય દરમિયાન બાળકો ઘરમાં જ રહે અને તેઓ બપોરની ઊંઘ ખેંચે તે માતા-પિતાએ જોવાનું રહેશે.
આ ઉપરાંત જેઓને ઇમરજન્સી છે તેઓને પણ આ સમય દરમિયાન બિનજરૂરી અવાજ નહીં કરવાની પણ સૂચના છે. આ સમય દરમિયાન બગીચાઓમાં રમત-ગમત થઈ જાય છે જેથી લોકો નિરાંતે ઊંઘી શકશે. ફેક્ટરીઓમાં જ્યાં સતત કામની આવશ્યકતા હોય ત્યાં આ સમયમાં પાળી બદલવા જણાવાયું છે જેથી કામદારો લંચ-ઊંઘ સાથે લઈ શકશે અને નવા કામદારો પણ બપોરની ઊંઘ લઈને આવે તે નિશ્ર્ચિત કરવાનું રહેશે. સ્પેનમાં ઑફિસોનો લંચ અવર પણ એવો જ હોય છે, જેથી લોકો થોડો સમય ઊંઘ લઈ શકશે. આ દેશમાં લોકોની તંદુરસ્તી માટે સરકાર અનેક પ્રકારે સુવિધા આપે છે.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં