poem : – નિર્વિકાર – નિરાકાર
April 09 2020
Written By
Chetan Gohil
હું આશ છું , હું શ્વાસ છું
ધરા પરનો ઉજવાસ છું
હું રીત , પ્રીત અને ચિત્તથી સંસારનો આધાર છું.
હું તાલ છું , હું લય છું
સાંત સુરોના અનોખો અહેસાસ છુંહું રાગ , પ્રાસ અને સાઝનો સંગીત શાસ્ત્રનાદ છું.
હું ડાળ છું , હું પાન છું
અસંખ્ય ઔષધિઓનો અતુલ્ય ભંડાર છું
હું છાલ , મૂળ અને કૂંપણથી રોગોનો ઉપચાર છું
હું આગ છું , હું બર્ફ છું
સમગ્ર પૃથ્વીલોકમાં પરસ્પર વિરોધાભાસ છું
હું નદી , પર્વત અને મેદાનોમાં સુષ્ટિને સર્જનાર છું
હું શુદ્ધ છું , હું શ્રેષ્ઠ છું
હું અનંત આદિકાળથી અધર્મનો સંહાર છું
ત્રણેય લોકોમાં હું નિર્વિકાર નિરાકાર છું…..
More from Chetan Gohil

More Kavita



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં