Home » GL Community » Page 8 » Kavita
ચંચલી છે, મનચલી છે, બાથટબમાં માછલી છે, ક્રીડતી કો જલપરી છે, બાથટબમાં માછલી છે! એય ડૂબે, હુંય ડૂબું, બેય ડૂબીને શ્વસીએ, પંતિયાળી ચૂઈ મળી છે, બાથટબમાં માછલી છે! મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ… ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે! પંચમ શુક્લ
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ ! આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર ! પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો; ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ […]
જીતવાની ઝંખનાથી પર થયો છું, હારથી હું એટલો સધ્ધર થયો છું. આપ ધક્કો મારવા તૈયાર છોને? હું ફરી મહેનત કરી પગભર થયો છું. ચુપ રહી ને કેટલાં વર્ષો વિતાવું? એટલે હું વાગતું ઝાંઝર થયો છું. ભૂલા ક્યાંથી નીક્ળે મારી જરાપણ? યાદ કરતા વેંત હું હાજર થયો છું. રક્તપ્યાસી ભીડનો હિસ્સો ન બનવા, માનવીમાંથી પરત વાનરથયો […]
પરિચિતો થી કેટલો પરખાય જાઉં છું, નથી હકીકતમાં છતાં વરતાય જાઉં છું. ભાગવું હતું આજ જગત થી ઘણું દુર, અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું. આગળ પાછળ કોઈ નથી તારું કે મારું, બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું? મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી, સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું. મને […]
એક ઈચ્છા… અનંત શૂન્યાવકાશમાં ખળભળ થઈ ગઈ લાખો વિસ્ફોટોની હારમાળા થઇ ગઈ જોતજોતામાં પંચતત્વોની સૃષ્ટિ થઇ ગઈ અસંખ્ય ઇચ્છાઓની એ જનેતા થઇ ગઈ! એક ઈચ્છા… સત્યની શોધમાં રઝળપાટ થઇ ગઈ લાખો વિચારોની આંધી થઇ ગઈ ગુરૂઓ અને ગ્રંથોની ભરમાર થઇ ગઇ અસંખ્ય સંપ્રદાયોની એ જનેતા થઇ ગઈ! એક ઈચ્છા… દૂર દૂર દેશ એના […]
આજ, મને જ પૂછવું છે, હજુ કેટલું બળવું છે ?! માટી મહી કદી કોઈને સ્વેચ્છાથી ભળવું છે ?! અસ્તિત્વ નવું રળવું છે, અહંને બહાર ઢોળાવું છે, ઝરણે ક્યાંથી આવે નીર જરૂરી સ્વનું ઓગળવું છે, મનથી મનને મેળવવું છે, પ્રેમથી જગમાં વરસવું છે, વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે. હવે મને જ મળવું છે, […]
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું તેવા ઘેર શીદ જઈએ રે મોહન પ્યારા, […]
નામ તારું કોઈ વારંવાર લે, તું ખરો છે કે તરત અવતાર લે… આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું? તું કહે તો થાઉં ખુશ્બોદાર લે… તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં? તું મરણ છે, હાથમાં તલવાર લે… હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું? તું કહે તો આ ઊભા ટટ્ટાર લે… શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર? […]
એમ ક્યાં કીધું કે જીવન સાવ સહેલું જોઈએ, જે થવાનું હોય એ પહેલેથી કહેવું જોઈએ ! કોઈ રડતું હોય એ જોવું કંઈ સહેલું નથી, એને જોવાં માટે ઈશ્વરનું કલેજું જોઈએ. એટલા ધનવાન હોવું તું કરી દે ફરજિયાત, વાણીમાં સંસ્કારનું કોઈ ઘરેણું જોઈએ. એ જુએ મારા કવચ કુંડળ ને તાકી તાકી ને, યાર સીધે સીધું બોલી […]
આ ડગર ભૂલ્યા પછી વાતો થવાની, ને નજર ચૂક્યા પછી વાતો થવાની. હાજરીમાં કોઈ ક્યાં બોલી શકે છે, આપણે ઊઠ્યા પછી વાતો થવાની. કોઈ જોતું હોય ના એવી જગા પર, આ કદમ મૂક્યા પછી વાતો થવાની. રોજ રસ્તે આમ તો જાતો હતો પણ, માર્ગનું પૂછ્યા પછી વાતો થવાની. યાર, ઘરમાં દીવડો મૂક્યો છતાં પણ, ત્યાં […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.