Home » GL Community » Page 5 » Kavita
ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું, નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું. આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે, તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું. પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે, કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું. વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી, સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું. માત્ર આ આકાશને […]
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]
ચોતરફ અજવાળું ઊઠી ગયું છે, કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે. મેં ચણાવી એક દીવાલ ભીતર, કોક આ દીવાલ કૂદી ગયું છે. તું ઊછળતી એક એવી નદી છે, મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે. કેમ તારામાંથી હું બ્હાર આવું, દોરડું વચ્ચેથી તૂટી ગયું છે ! ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં, એટલે એ પાન ઝૂકી […]
ચાલ ઘડી બે ઘડી વાત કરી લઉ કે… આજ મન બહુ ઉદાસ છે, જન્મી ને પણ જાણી ન શક્યા જન્મ નો હેતુ, મેળવીને બધુ, આજ પણ અધુરા હોવાનો અહેસાસ છે, ચાલ પ્રભુ , આજ તુઁ જ અમને સમજાવી દે… ક્યાઁક એવુ તો નથી ને… કે… આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી, વરસતા વરસાદના છાઁટામા જ… પુર્ણતા […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
એક નાનું રૂપાળું મારું ગામડું, એક મસ્તીભર્યું રૂપાળું મારું ગામડું, એક ખુશીનું મારું ગામડું, ખેતરીયેથી ભર્યું છે મારું ગામડું, એક લીલું રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, એક રમઝમતુ રૂપાળું મારું ગામડું, એક સ્વચ્છ રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, પક્ષીનું ભર્યું છે રૂપાળું મારું ગામડું, એક નાનું રૂપાળું મારું ગામડું.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.