Home » GL Community » Page 4 » Kavita
દાવ માંડી બેઠો છું જીંદગી ના ચાલ થોડી વિશ્વાસ ની રમત રમીએ લાગણીના સોગઠાં ને સંબધની ચોપાટ ના મને જીતવાની લ્હાય કે ના તને હરાવા ની હાશ ચાલ કઈક અમથુ અમથુ રમીએ નથી કઈ દાવ પર મુકવું છતાં બસ તને જીતવાની આશ, ચોપાટના ખાના લાગણીઓથી ફરીએ ચાલ કઈક અમથુ અમથુ રમીએ તને ઓળંગવાનો […]
આજ આડે કાલ પણ કાયમ હશે, અહીં સમયના દાવ પણ કાયમ હશે. સૂર્ય જેવો સૂર્ય સાંજે આથમે, દિન પછી તો રાત પણ કાયમ હશે. કામ આખી જિન્દગી રહેવાનું છે, ઊંઘ, ને આરામ પણ કાયમ હશે. હસ્તરેખાઓ હશે છેવટ સુધી, એમ તો બે હાથ પણ કાયમ હશે. રક્ત વહેતું, દિલ ધડકતું રહે સદા, લાગણીના સ્રાવ પણ […]
છે વર્ષો પહેલાની આ વાત સાચી ,હતી એક બારી એક ઝરુખો. બે વસતા હતા ત્યાં અલ્લડ જીવો ,જ્યાં એક બારી એક ઝરુખો. ઓચિંતા ફૂટ્યા ઉન્માદ જાણે ફૂટી પતંગિયાને બે સતરંગી પાંખ સાવ હતા દુનિયાદારી થી બેઉ અજાણ ,એક બારી એક ઝરુખો. નાં જીભે બોલાય ,ના મનથી સહ્યું જાય,સઘળું આંખોમાં વંચાય. આંખ […]
“ કેમ રહો છો આઘા ” સ્નેહની સરવાણી રેલાવી કેમ રહો છો આઘા ? વાંસળીના સૂરોથી મોહિત કરી ગયા છો, ઓ માધા ! કેમ રહો છો આઘા ? રાત-દિવસઘેલી થઈ ફરુ છું તમને શોધવા ; પ્રેમનો એક તંતુ તો યાદ કરો, ઓ માધા ! કેમ રહો છો આઘા ? શેરીએ-શેરીઓ સ્વચ્છ કરી રસ્તાઓ કર્યા સીધા […]
સાવ અંગત એક સરનામું મળ્યું આજ વર્ષો બાદ એ પાનું મળ્યું મેં લખેલી ડાયરી વાંચી ફરી, યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું. સોળમા પાને પતંગિયું સળવળ્યું, જીવવા માટે નવું બહાનું મળ્યું. જાણ થઈ ના કોઈને, ના આંખને, સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું. એક પ્યાસાને ફળી સાતે તરસ, બારણા સામે જ મયખાનું મળ્યું. – હરિશ્ચન્દ્ર જોશી
એવું ઘણું હોય છે, જે લખી નથી શકાતું એવું પણ ઘણું હોય છે, જે લખી શકીએ એમ હોઈએ છતાં, લખતા હોતા નથી.. એવું ઘણું હોય છે, જે વાંચી નથી શકાતું એવું પણ ઘણું હોય છે, જે વાંચવા માંગીએ છતાં, વાંચી શકતા નથી.. પણ, એવું કંઈ પણ હોતું નથી.. જે આપણા ભીતરમાં લખાતું, કે વંચાતું ના […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.