Home » GL Community » Page 3 » Kavita
બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, બસ છેલ્લે કયારે મજા આવિ એ યાદ નથી, વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર છેલ્લે કયારે રજા આવી એ યાદ નથી, આંંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે, ખરી ગયું એ પાણી,એ યાદ નથી, આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, સાચ્ચે હસ્યો તો કયારે એ યાદ નથી, જે […]
દોસ્ત તું જે કરે છે એ જ હું કરતો તો ગમી વસ્તુ ને જોઈ એને લેવાની જીદ પકડતો તોવસ્તુ જો ના મળે તો હજી જોર જોરથી રડતો તો મમ્મીનું હ્રદય પીગળાવી મારી જીદ પૂરી કરાવતો તોનવા કપડા નવું રમકડું ને નવું બેટ જોઈએ બધું એક એક કરી ને હું તો મેળવતો તોહવે પરિસ્થતિ જુદી છેહવે […]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ગુર્જર વાણી, ગુર્જર લહાણી, […]
ખાતર ઉપર દિવેલ દીધા પછી શું?, દર્દ લીધા પછી પાછું વાળવાનું શું?. ભાગોળે છાસ છાગોળ્યા પછી શું?, ભૂતકાળને વાગોળીને થૂંકવાનું શું?. કઠણાઈ કરમની કીધા પછી શું?, પ્રેમની કથાઓ વાંચીને ચૂંથવાનું શું?. ટેરવાંના સ્પંદનોને સ્મર્યા પછી શું?, પ્રણયના સ્પંદનોને વાગોળવાનું શું?. અંતરની આરસીમાં જડ્યા પછી શું?, હ્રદયની દિવાલને ખીલ્લા જડવાનું શું?. અનિલ દવે. (“અનુ”)
સગપણોમાં હુંફ પામે એ જ જાણે જિંદગી, દુઃખ હજારો હોય તો પણ એજ માણે જિંદગી. આભથી ઝાકળનું જે ટીપું પડ્યું તું રાતના! ફૂલને બસ એ જ આપી ગ્યું અજાણે જિંદગી, એમની ઝુલ્ફો સરીખો રેશમી એ દોર છે, ક્યાંક ગૂંચાય ન જાયે ખેંચતાણે જિંદગી. મોતથી બદતર દશા, યાને વિરહની આ વ્યથા! એમના વિના અમે જીવ્યા પરાણે […]
ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો, હવે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો, કહો….. આ આંખો તારી તુજ અંતર દ્વાર, મળી આંખો તો દીલ માં ખૂપી કટાર, એ મારકણુ હળવુ શું સ્મીત, એ આમંત્રણ ની અનોખી રીત. મેં માર્યા ટકોરા દીલ ના દ્વારે, અને કહ્યુ કે મારી બનાવવી તને મારે. પછી પ્રિતી […]
છમ છમ કરતી આવી ગુળિયા ,રંગ અનેરા લાવી ગુળિયા, સ્પર્શ કરી મારી દુનિયા ને હર્ષ-પ્રેમ જગાવે ગુળિયા, હેતલના હેત ઉભરાયા, જીગર ના વાત્સલ્યમાં , પ્રખર તેજમાં છાંય બની ને અંતર ના ઉર લાવી ગુળિયા, જનની માતની ઇસ્ટભક્તિએ એવો અલખ જગાવ્યો કે, દેવી સમી મારી કુલધાત્રિ, પ્રકટ ફળી, સુખ લાવી ગુળિયા, […]
કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે જન્મતાં ની સાથે જ જેને પોતાની માતાનું સુખ ત્યાગ્યું છે, કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે? જન્મતા ની સાથેજ જેણે પોતાની જન્મભૂમિ છોડી છે, કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલુ છે? જેણે પ્રેમ કર્યો એ રાધા થી જે દૂર રહ્યો છે, કોણ કહે છે […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.