Home » GL Community » Page 17 » Kavita
પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું, ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું. ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે મચ્યા રહ્યાનું, લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું. ઈટ્ટાકિટ્ટા કર્યે જવાના, ખર્યે જવાના ખોખો ખેલી, મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું. ચરણ રૂકે ત્યાં સ્વાગત ઝીલતા દુનિયામાં ફૂલ્યા […]
Gujarati Prayer – Jeevan Anjali Thajo, Maru Maru Jeevan Anjali Thajo Jeevan Anjali Thajo, Maru Jeevan Anjali Thajo Bhukhya kaaje bhojan banajo, tarasya nu jal thajo Din dukhiya na aansoo luta antar kadi na dharajo Maru Jeevan Anjali Thajo.. Sat ni kantadi kedi par pushp bani patharajo Zaher jagat na jiravi jiravi amrut urna paajo […]
ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય. જાડું દળું તો કોઈ નવ ખાય. મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય, ચાલતા જાય, લાપસીનો કોળિયો ભરતા જાય. મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં જાય, રાંધી રસોઈયું ચાખતાં જાય. મારા તે ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતાં જાય મારું ઉપરાણું લેતા […]
સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહીં ગરબડ ન કર. બિલ્લીની માફક મને નડનડ ન કર, શ્વાન સમજીને મને હડહડ ન કર. હાસ્ય તારું ભયજનક લાગે મને, મેઘલી રાતે કદી ખડખડ ન કર. પ્રેમની ટપલીને ટપલી રાખ તું, વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર. કાલે મારો પગ છૂંદ્યો તેં […]
(અમદાવાદ સ્થાપના દિવસ ૨૬ ફેબ્રુઆરીએ કવિ શ્રી અનિલ ચાવડાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી કવિતા) અમદાવાદ આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે ‘જબ કૂત્તે પે સસ્સા આયા’ની જૂની ઘટનાનું અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું કરી શકો તો જલસાનું નહીંતર મડદાનું બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો […]
વાત દિવસની નથી મને રાત ડરાવે છે મારી નાની ઝૂંપડીને ચક્રવાત ડરાવે છે…. ભેટમાં મળ્યાં છે લોહીનાં અનેક આંસુ જીવનની હવે હરેક સોગાત ડરાવે છે… છોડી પ્રેમની વાત કોઈ બીજ વાત કરો વગર વાંકે તરછોડનો આઘાત ડરાવે છે… મારા લીધે કોઈ બદનામ ન થઈ જાએ તેથી જ મને તારી મુલાકાત ડરાવે છે…. પોતીકાંએ […]
ઊગશે સુખનો દિવસ એ વાતવાળા કયાં ગયાં ? સપનું આંખોમાં સજાવી રાતવાળા કયાં ગયાં ? પાટું પડતાને પડે છે, જોઇ લો ઇતિહાસમાં પીઠ ખુલ્લી મેં ધરી છે લાતવાળા કયાં ગયાં ? છે ભવોભવની તરસ ખાબોચિયાંથી શું વળે ? ક્યાં ગયા, બોલાવ દરિયા સાતવાળા કયાં ગયાં ? જિંદગી રંગીન હો તો શ્વેત ખાપણ પરવડે ? ઓઢણીમાં […]
કોઈ ના સમજી શક્યું કેવું હતું હર કદમ પર જીવવું એવું હતું જિંદગીભર શ્વાસ ચૂકવતા રહ્યા મોતનું માથે ગજબ દેવું હતું લે, હવે ભોગવ બધાંયે દુઃખ સતત નામ સુખનું સમજીને લેવું હતું પૂછવા ખાતર બધા પૂછતા રહ્યા આપણે પણ ક્યાં કશું ક્હેવું હતું ? આખરે હું 'હર્ષ' પર્વત થઇ ગયો થાય ત્યાં સુધી બધું સ્હેવું […]
બંદગી જેને વહાલી હોય છે, એમને ઘર પાયમાલી હોય છે. દાનમાં એ દઈ શકે આખું જગત, હાથ જેના સાવ ખાલી હોય છે. આંસુ કેવળ એજ ટપકે આંખથી, યાદની જેને બહાલી હોય છે. દૂર હો એનેય જકડે બાહુમાં, જીવ પણ કેવો ખયાલી હોય છે. ત્યાં મિલનને ને અહીં નોખાઈને, સાથસાથે રાતપાલી હોય છે ! પૂછ મા […]
ચૂંટણી આવી આંગણે મારે, પોખો’ને વધાવો રે, સેવાના નામે મેવા ખાવા ઉમેદવારી નોંધાવો રે. ઉમેદવારે ટીલાં તાણ્યા, ચોટલી ખેંચી તાણી રે, ધોળા ઝભ્ભા, ટોપી પહેરી ગાંધી યાદ આવ્યા રે. નીંદરું એણે વેરણ કરી, આંખ્યું આવી ઓળે રે, નારા લખવા કવિયું’ને લેખક લાવ્યા તાણી રે. એક-બીજાને ગાળો દઈને વાતાવરણ બગાડ્યું રે. છેલ્લે પાટલે બેસી જઈને દેશનું […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.