Home » GL Community » Page 16 » Kavita
અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં, નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં. પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી, કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી. થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા, જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા. અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ, નકામી ગઈ […]
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું […]
બી, પછી કૂંપળ, પછી ડાળી, પછી ઉપર કળી મૂક; એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મૂક. બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું, સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક. ખૂબ તરણાં ગોઠવ્યાં માળો થયો નહિ, થાય ક્યાંથી? જ્યાં સુધી ના લાગણીની લીલીછમ તારી સળી મૂક! એકઃ હું છું, બેઃ નથી, ત્રણઃ હું […]
જાણું છું હું વર્ષો થી એ શ્વાસ ને હરદમ તારા હોવાના અહેસાસને . નસ-નસમાં ઉતરી લોહીમાં વણાય છે સીંચે છે જિંદગી યાદો ની લાશને. રાખો નહી જીવલેણ હોઠોની ક્ષિતિજ માં નક્કર સ્મિતની મધમધતી સુવાસ ને. સ્પર્શો તમે તો થાય ફળદ્રુપ હવે કરચલી જેમ મારામાં ભળી પીળાશ ને . આશ્લેષમાં લ્યો ટળવળતા આંસુઓ કંઈ કળ વળે આંખોની સળગતી ભીનાશને. અંધારા વિસ્તર્યા છે […]
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. […]
મજા જિંદગી છે હસો ને હસાવો, પ્રણયગાનના સૂર ઉરથી વહાવો. વહી જાય તો કાળ પાછો ન આવે, લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો. અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે, બધાં બંધનો એહ દૂરે ફગાવો. જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો, ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો. ભરી છે મજા કેવી કુદરત મહીં જો, જિગર-બીન એવું તમેયે […]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ […]
અમે અમદાવાદી… અમે અમદાવાદી… જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી… ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી… અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો, જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો, ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો, પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો, મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી, ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી… […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.