Home » GL Community » Page 15 » Kavita
મંગલ મન્દિર ખોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, દયામય! મંગલ મન્દિર ખોલો! તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, લ્યો, દયામય! મંગલ મન્દિર ખોલો! નામ મધુર તમ રટ્યો નિરન્તર, શિશુ સહ પ્રેમે બોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ-અમીરસ ઢોળો, દયામય! મંગલ મન્દિર ખોલો! […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે ન સારા કે નઠારાની […]
સાગર અને શશી આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે; પિતા, કાલના સર્વ સંતાપ શામે! નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા, કાલના સર્વ સંતાપ શામે! જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી, કામિની કોકિલા કેલી કૂંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી; […]
પ્રભો અંતર્યામી… પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ, સર્વસ્વ જનના નમું છું વંદું છું વિમળમુખ સ્વામી જગતના સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું મહા જ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો પ્રભો તે સૌથીએ પર પરમ તું દૂર […]
વૈષ્ણવજન તો તેને રે કહીયે વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જિહ્વા થકી અસત્ય ન બોલે […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.