Home » GL Community » Page 13 » Kavita
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો રંગે રૂડો, […]
એક રજકણ સૂરજ થવાને શમણે એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે પલકમાં ઢળી પડે આથમણે જળને તપ્ત નજરથી શોષી ચહી રહે ઘન રચવા ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવા વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે એક રજકણ… જ્યોત કને જઈ જાચી દીપ્તિ જ્વાળા કને જઈ લ્હાય ગતિ જાચી ઝંઝાનિલથી […]
લીમડાને આવી ગ્યો તાવ લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો, જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે ! પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ? વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ. જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. અપ ટુ […]
કરામત ગજબની કરી જાય મિત્રો, બની હસ્તરેખા ફળી જાય મિત્રો, 'કરીશું ઘણું' એવું કહેતા ફરે સૌ; કહે ના કશું, બસ કરી જાય મિત્રો, ન શબ્દો, ન ચેરા ઉપર ભાવ કોઈ; છાતાં મનની વાતો કળી જાય મિત્રો, તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છે: નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો, સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું? સહજ […]
ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા; ઝેર તો પીધા છે જાણી જાણી; નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા. ઝેર તો પીધા છે જાણી જાણી; કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે; કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા; ઝેર તો પીધાં છે જાણી જાણી. ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે; તેનાં […]
રજાનો આનંદ આજે ઓફીસના લોકો ઓફીસમાં અને ઘરના લોકો ઘરમાં, મન ને કામમાં પરોવવાનો જટિલ પ્રયાસ કરી રહ્યા છે, કેમકે, રજાઓમાં પરિવાર સાથે ગાળેલો સમય, યાદો બની ને આંખો સામે આજે પણ રમી રહ્યો છે. ઓફીસ ના A.C એ તન ને ઠંડુ તો કરી લીધું છે, પણ મન તો હજી કાલ ની કુદરતી આબોહવામાં ઝૂમી […]
આજ કાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે, અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે. જે પીતા'તા માટલાનું પાણી જ, આજ બિસલરી ને એરોહેડ પીએ છે. શુદ્ધ દૂધ-ઘી ને માખણ છે દુર્લભ, એ ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે. ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન ? હવે તો ફાટેલાં જીન્સ ફરતા લાગે છે. કયાં છે દેશદાઝ […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ