Home » GL Community » Page 11 » Kavita
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી ખાડા ખાબોચિયાને બાંધી બેસાય આ તો વરસે ગગનભરી વ્હાલ ગમતાંનો કરીએ ગુલાલ ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરીસરી જાય એને સાચવશે ક્યાં […]
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે ન […]
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય! છે મને રાત દી એક તારો જ ભય. લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય! જોતજોતાંમાં થઈ જાય તારું દફન, વાતો વાતોમાં થઈ જાય અશ્રુ-વહન. દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય! કોઈ દુઃખિયાનું દુઃખ જોઈ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે […]
એક જ જવાબ દે મારો એક જ સવાલ છે; આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે. વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું, બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે. આ આજના ભરોસે મને માન આપ ના, કોને ખબર કે શું મારી આગામી કાલ છે. પૂરાં કરો વચન જે દીધાં આજકાલનાં, મારીય જિંદગાની હવે આજકાલ […]
છૂટી ગયું જ્યાં સરહદ જેવું શરૂ થયું ત્યાં અનહદ જેવું વરસો જૂનો સંદેશો લઈ આંસુ આવ્યું કાસદ જેવું હોત ભલા ક્યાં ? વિચાર થોડું હોત અગર ના હુંપદ જેવું બધું એ નિશ્ચિત હતું છતાંયે કાયમ લાગ્યું શાયદ જેવું કામ નકામાં હતાં એટલાં કદી મળ્યું ના ફુરસદ જેવું સંતોએ એને મન કીધું ભીતર જે કંઈ ખદબદ […]
હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ… તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ… જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! […]
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું તારા અંગનું રે અંગરખુ તમતમતું રે તારા પગનું રે પગરખું ચમચમતું રે, મને ગમતું રે આતો કહું છું રે પાતળીયા, તને અમથું તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે […]
કામ કરો…કામ કરો…કામ કરો બોલી બોલીને ના બદનામ કરો અમે છૈયે ભાઈ કસબી કારીગર અમને ન કહો કે તમે આમ કરો મરજીના માલિક ને મોજીલું મન મનગમતું કરવા હૈયે હામ ભરો કમરજી જોતરશો જો એદીલું તન ચકરાતી ઘાણીના બળદશું કેમ ફરો થઈને વરાળ અમે ઊડનારું જન વરસીશું થઈ મોતીડાં થાળ ધરો […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ