Home » GL Community » Page 10 » Kavita
મારાથી પણ જરાક મને પર કરી શકે હોવું તમારું બસ મને સદ્ધર કરી શકે. આકાશ આંબવાનો ખરો અર્થ આમ કર કોઈનો હાથ ઝાલીને, પગભર કરી શકે ! સંજોગ, તારા હાથમાં બસ, આટલું જ છે, જે ભીતરે છે એને ઉજાગર કરી શકે ! ખુલ્લું હ્રદય જો રાખ તો હળવાશ લાગશે, તાજી હવા યે ભીતરે હરફર કરી […]
એ નથી હોતા કોઈ આકારમાં, હોય છે તો હોય છે અણસારમાં. કાલ માટે થોડું બાકી રાખજો, ના વિચારો આટલું અત્યારમાં. વાત અંદરની તો જાણે છે બધા, તોય રહેવાનું ગમે છે ભારમાં. એકલો ઊગે નહીં તો શું કરે? આ સુરજને કંઈ નથી ઘરબારમાં. કાયમી વસવાટ છે મારું સ્મરણ, લો, પધારો આપના દરબારમાં. – અંકિત ત્રિવેદી
ગુણ તો ગોવિંદના ગવાણા ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણા ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણા હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણા બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે બંધાણા કૃપા કરીને પ્રભુજી પધાર્યા ડાકોરમાં દર્શાણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણા હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણા બ્રાહ્મણને […]
સુખદુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને, કોઈનું દિલ ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય. જાત-રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ, જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય. સ્વાર્થ ન બીજો પ્રીતિ વિના, પ્રીતિ વણ સહુ અનમના, રાતદિવસ પ્રીતિ જમાય, મિત્રાચારી તહાં કહેવાય. સુખમાં દૂર દુઃખમાં પાસ, એકબીજાની પૂરે આશ, તનમનધનથી […]
સુખદુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને, કોઈનું દિલ ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય. જાત-રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ, જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય. સ્વાર્થ ન બીજો પ્રીતિ વિના, પ્રીતિ વણ સહુ અનમના, રાતદિવસ પ્રીતિ જમાય, મિત્રાચારી તહાં કહેવાય. સુખમાં દૂર દુઃખમાં પાસ, એકબીજાની પૂરે આશ, તનમનધનથી […]
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને અધ બોલ્યા બોલડે થોડે અબોલડે પોચા શા હૈયાને પીંજવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને સ્મિતની જ્યાં વીજળી જરી શી ફરી વળી એના એ હૈયાને રંજવામાં વાર શી એવા તે હૈયાને નંદવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના […]
રોજ હવે આ આંસુ પી ને સ્મરણ ઉગ્યા છે લીલા મારી આંખોમાં પણ આજે , તેમ છતાં આ છાતી મારી બળબળબળતી જાય કહો એ કોને કારણ દાઝે ? રોજ હવે ….. આંગણ સુના , સુની મેડી , સુના ગામના પાદર ઉભો કેમ રહ્યો છું રણમાં ! પ્રથમ પૂછ્યું મેં મનેજ તો મેં જાણ્યું કે કંઈ […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
એક નાનું રૂપાળું મારું ગામડું, એક મસ્તીભર્યું રૂપાળું મારું ગામડું, એક ખુશીનું મારું ગામડું, ખેતરીયેથી ભર્યું છે મારું ગામડું, એક લીલું રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, એક રમઝમતુ રૂપાળું મારું ગામડું, એક સ્વચ્છ રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, પક્ષીનું ભર્યું છે રૂપાળું મારું ગામડું, એક નાનું રૂપાળું મારું ગામડું.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ