શાળાએ જઈએ
March 11 2020
Written By
Rahul Viramgamiya
ઘરથી નીકળી શાળાએ જતાં, મા-બાપને નમન કરીએ,
શાળામાં જઈ ભણતા પહેલાં, ગુરુજીને વંદન કરીએ,
બે કર જોડી મા શારદાની, શાંતિથી પ્રાર્થના કરીએ,
પછી લાઈનસર રૂમમાં જઈને, અભ્યાસમાં જ ધ્યાન ધરીએ,
રિસેસનાં સમયમાં નાસ્તો કરી, થોડી વાર આરામ કરીએ,
શાળામાં શિખેલ પાઠનું, ઘરે જઈ ચિંતન કરીએ
More from Rahul Viramgamiya



More Kavita



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.