યાદ આવે છે…
January 19 2015
Written By Gurjar Upendra
યાદ આવે છે…
જ્યારે હું માના ગર્ભમાં હતો
માના પેટ પર કાન મૂકીને
તમારું મારી વાતોને સાંભળવું
યાદ આવે છે…
જ્યારે હું છ માસનો હતો
મધરાતે તમારા વાળનું
નાજુક હાથોથી ખીંચવું
યાદ આવે છે…
તમારું ભરઊંઘમાંથી ઊઠવું
મારી સાથે કલાકો રમવું
અને થાકીને મારું સૂઈ જવું
યાદ આવે છે…
જાણીતી સ્કૂલમાં મારો દાખલો કરાવવા
કલાકો સુધી લાઈનમાં તમારું ઊભું રહેવું
પ્રવેશ પરીક્ષામાં હું નાપાસ થતાં
પ્રિન્સીપાલને કરગરી… પગે પડી
ડોનેશન આપી એડમીશન કરાવવું
યાદ આવે છે
અનેક પરીક્ષાઓમાં મારું નાપાસ થવું…રોવું
રૂમ બંધ કરીને ખાવા-પીવાનું છોડી દેવું
તમારું હળવેથી પાસે આવવું
હળવેથી માથે હાથ પ્રસારી
ઊઠાડવું…જમાડવું..સૂવડાવવું અને સરકી જવું
યાદ આવે છે
બેંકમાંથી લોન લઈને મને
મોંધી એન્જિનિઅરિંગ કૉલેજમાં ભણાવવું
પોતાના બગડેલા સ્કૂટરને કલાકો કીક મારીને
થાકીને તમારું પરસેવે રેબઝેબ થઈ જવું
છતાં મને સારી બ્રાન્ડનું લેપટોપ લઈ આપવું
યાદ આવે છે
આપની જીવનમૂડી સમા ઘરને ગીરવે મૂકવું
મને પરદેશમાં સારી નોકરીએ વળગાળવું
મોબઈલ પર થાકું નહીં ત્યાં સુધી
તમારી સાથે કલાકો વાતે વળગવું
અને તમારી યાદોમાં ખોવાઈ દવું
યાદ આવે છે
તમારા અંતિમ શ્વાસોની સમાચારનું સાંભળવું
અને…તમારી અંતિમ યાત્રામાં પણ
રજા ન મળવાથી આવી ન શકવું
તમને યાદ કરીને દીવાલે માથું પછાડવું
આંસુઓનું અનરાધાર વરસવું
યાદ આવે છે
ઘરની એક ભીંત પર
તસવીર બનીને તમારું ટીગાઈ જવું
અશ્રુભરી આંખે એકીટશે મારું જોઈ રહેવું
અને….ઈશ્વરને યાદ કરી એટલું જ માગવું
હે ઈશ્વર ! ન ભૂલતા તમે
આવતા જન્મે આપને જ મારા પિતા તરીકે સર્જવું…
– ઉપેન્દ્ર ગુર્જર
(7 જાન્યુઆરી, 2015)
More from Gurjar Upendra
More Kavita
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.