“માં એકવાર”
November 27 2019
Written By
Modern Bhatt
. *મા એકવાર.*
.
માઁ મને એકવાર દુનિયા જોવા તો દે…
માઁ સાંભળ્યું છે મેં કે કાલે પ્રાણ લેવાશે મારા…
એક વાર દુનિયા જોવા તો દે….
માઁ મને એકવાર દુનિયા જોવા તો દે…
રમવું છે મારે ખોળે તારા ને પપ્પા નો પામવો છે સ્નેહ..
બનાવવા છે મિત્રો ને રમવું છે સાથેય એમની…
રમત શુ કહેવાય એ જોવા તો દે…
માઁ મને એક વાર દુનિયા જોવા તો દે….
હું પણ છું અંગ તારું ભાઈની જેમજ…..
કાલે લેતા પ્રાણ મારો તુજ જીવ કેમ ચાલશે….
એકવાર અંતર હચમચાવી તો લે…..
માઁ મને એકવાર દુનિયા જોવા તો દે….
હું પણ કરીશ નામ ઉજાગર તમારું…
હું પણ ઉભી રહીશ પડખે તમારી….
ક્યારેય આંચ ના આવવા દઈશ તમ સન્માન પર….
એકવાર મુજ પર વિશ્વાસ રાખી તો લે….
માઁ મને એકવાર દુનિયા જોવા તો દે…..
માઁ જોવું છે મારે બાળપણ મારું ને મારેય મુકવો છે પગ યુવાની ને આંગણે….
રોળશો ના શમણાં મારા તમ કૂખ માં….
મારેય રંગો જોવા છે અનુપમ આ વિશ્વ ના..
એકવાર જન્મ ધરી શ્વાસ દુનિયા માં લેવાતો દે….
માઁ મને એકવાર દુનિયા જોવા તો દે……
શું વેર હશે મારુ એ વૈદડા સાથે જે લેશે પ્રાણ મુજ આવતી પ્રભાતે…
લેવો હતો જન્મ મારે… , લેવા હતા શ્વાસ ખુલી હવા માં..
કોઈ તો હવા ને મહેસુસ કરવાનો મોકો તો દો….
માઁ બસ આ વખતે દુનિયા જોઈ લેવા તો દે…..
માઁ છો તું જનની મારી તને તો હશે પ્રેમ મુજ પર…???
એકવાર પપ્પા ને સમજાવી તો લે….
મનહર સ્મિત મારું મોહી લેશે મન તમારું
એકવાર મુખડું… મારું નિહાળી તો લે….
માઁ મને એક….વાર… દુનિયા માં આવવા તો દે…..
માઁ મને એકવાર દુનિયા જોવા તો દે…….
*હેતલબા વાઘેલા,”આકાંક્ષા”*
More from Modern Bhatt



More Kavita



Interactive Games

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ