પીગળ્યો એક પહાડ
January 09 2020
Written By
Rahul Viramgamiya
પરોઢનાંં ઝાકળ તડકો પીગળે.પીગળે પીગળે પડછાયાના પહાડ ને આંંસુમાંં ડૂબતી તરતી તરતી ડૂબતી અથડાતી ઘુમરાતી આવે,
થોર તણી કાંંટાળી લીલી વાડ.વાડ પરે એક વટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું, ફફડે ફફડે ફફડે એની પાંંખ દાદાની આંંખોમાંં વળતી ઝાંંખ.
ઝાંંખા ઝાંંખા પરોઢમાંંથી પરોઢમાંંથી આછા આછા અહો મને સંભળાતા પાછા, અહો મને સંભળાતા આછા ઠક્ ઠક્ ઠક્ ઠક્ આવા જવાજમાંં
હું ફૂલ બનીને ખૂલું ખૂલું ઝાડ બનીને ઝૂંલું ઝૂલું દરિયો થૈને ડૂબું ડૂબું પહાડ બનીને કૂદું કૂદું આભ બનીને તૂટું તૂટું તડકો થઈને વેરણછેરણ
તડકો થઈને તડકો થઈને સવારના શબમસાગરને તળિયે જઈને અડકું મારી કર કર કોરી ધાર પીગળતી જાય. પીગળે પીગળે પડછાયાના પહાડ !
More from Rahul Viramgamiya



More Kavita



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ