આ મોજ ચલી

August 05 2015
Written By GujaratilexiconGurjar Upendra

આ મોજ ચલી

 

આ મોજ ચલી  જે દરિયાની  તે મારગની મુહતાજ નથી,

એ કેમ  ઉછળશે  કાંઠા  પર  એનો  કોઈ  અંદાજ  નથી.

 

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?

આ બેઠો છે  ક્યાં  બજવૈયો?  કૈં સૂર નથી કૈં સાજ નથી.

 

હા, બે’ક  ઘડી  એ નયનોમાં  જોઈ  છે  એવી એક છબી,

ઝબકારે એક જ  જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

 

હરરોજ  હજારો ગફલતમાં  હું  ભૂલી જાઉં  તને, પ્રીતમ!

ને  એમ છતાં  એવું  શું છે  જે  પ્રીતમ  તારે કાજ નથી?

 

આ  નૂર વિહોણી  દુનિયામાં  મેં  એક  જ નૂર  સદા દીઠું,

એક  પંખી  ટહુકી  ઊઠ્યું  તો  લાગ્યું  કે  તું નારાજ નથી.

 

આ   આગ  કટોરી  ફૂલોની  પરદા  ખોલી   પોકાર   કરે,

ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

– મકરંદ દવે

 

More from Gurjar Upendra

More Kavita

ખબર નથી પડતી!

ખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.! જયારેજયારેએવુંલાગેકેહુંએનેખુબજસારીરીતેજાણુંછું, તેવાદરેકક્ષણપરકંઈકનવીજવિવિધતાનોપરિચયથાયછે, જાણેકેએમાંએકઅલગજધરોહરહોય.! ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી!; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું!, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ! અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું! મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમાલીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો!; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું.! કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.! ખરેખરખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.!

Gujaratilexicon
Jay Pandya
July 05 2020
Gujaratilexicon

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

નવેમ્બર , 2024

24

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects