આમ ના કરી શકાય?..
August 24 2020
Written By Chandpa Hitesh
મેં વિચાર્યું આમ ને તેમ, ના કરી શકાય?
ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય?
જો સરખી માવજત કરવામાં આવે,
તો શું કોઈનાં પગલાનું દેવાલય ના કરી શકાય?
ને એ દેવાલયની સામે એક પીપળો વાવી,
એના ફરતે ચોરો બનાવી,
એના પર થોડા ભાભલાઓને બેસાડી,
ને પછી એ ભાભલાઓની સભામાં ભંગાણ ના પાડી શકાય?
મેં વિચાર્યું આમ ને તેમ, ના કરી શકાય?
ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય?
ઊભી બજારે કોઈને દોડાવી,
એના ગુના કબુલ કરાવી,
પેલા ભાભલાઓના ચોરે એને સોંપી,
એ ગુનેગારને સૌની સામે દિવસે તારા ના દેખાડી શકાય?
મેં વિચાર્યું આમ ને તેમ, ના કરી શકાય?
ને કરી શકાય, તો બીજું શું શું કરી શકાય?….
More from Chandpa Hitesh
More Kavita
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.