Home » GL Community » Page 6 » Jokes
સન્તા, બન્તા અને સુખવન્તા એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા. પોલીસે પકડ્યા. ‘તીન સવારી મના હૈ.’ બન્તા કહે : ‘ઈસલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈં !’ ******* ડૉક્ટર : ‘ખાંસી કેમ છે ?’ દરદી : ‘એ તો બંધ થઈ ગઈ. પણ શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.’ ડૉક્ટર : ‘ચિંતા […]
સ્કૂલમાં આગ લાગી ગઈ. આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે…. પણ એક છોકરો ઉદાસ હતો. બધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે ?’ છોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને !’ ******* […]
અમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે : નેશનલ અને ઈન્ટરનેશનલ’ બન્તાસિંગ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : અન્ડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાઈવરઝન !’ ******* ‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’ ‘શું આટલું જ […]
શિક્ષક : રેડિયો અને ન્યૂઝપેપરમાં શું ફેર છે ? વિદ્યાર્થી : ન્યૂઝપેપરમાં ખાવાનું વીંટાળીને રાખી શકાય છે. ****** આધુનિક લગ્નો કેવા હશે ? એક નમૂનો…. પંડિત : ‘શું તમે બંને ફેસબુક પર તમારું સ્ટેટ્સ બદલીને મેરિડ કરવા તૈયાર છો ?’ યુવક-યુવતી : ‘હા, અમે તૈયાર છીએ.’ પંડિત : ‘બસ, તો લગ્ન થઈ ગયાં !’ ****** […]
બસ કંડકટર : ‘અરે ભાઈ, બસમાં જગ્યા છે, તો પણ કેમ બેસતા નથી ?’ પેસેન્જર : ‘મને બેસવાનો સમય નથી, મારે તો જલ્દીથી છના શૉમાં પહોંચવું છે !! ********* સુકલકડી મુલ્લાં નસરુદ્દીનને ગુસ્સો આવ્યો, પબમાં બેઠાં હતા મિત્રો સાથે તો થોડી વધારે ચડાવી લીધી નશામાં લીસ્ટ બનાવતા હતા કોને કોને મારીને સીધા કરવાના છે સો […]
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે! પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે. પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત. ***** અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા. મોતીબેન (પાડોશી): […]
અંજૂએ પોતાના પતિને પૂછ્યુ – મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ? કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો. પત્ની – જાણો છો, બાપૂજી જ્યારે […]
દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ ચોપડી ખોલીને વાંચવાનો ઢોંગ કરવા માંડ્યો પત્ની – આજે ફ્રીમાં પી ને આવ્યા ? પતિ – ના, આજે નથી પીધી. પત્ની – તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ? સંતા – (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ? બંતા – […]
શિક્ષક (વિદ્યાર્થીને) : ‘શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?’ વિદ્યાર્થી : ‘સાહેબ, બંનેમાં માથાથી તે પગ સુધીનો તફાવત છે.’ શિક્ષક : ‘કઈ રીતે ?’વિદ્યાર્થી : ‘સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.’ ‘ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?’ ‘ઘણું જાણું છું.’ ‘કઈ […]
એક રાહદારી સાયકલ સાથે ભટકાઈ પડ્યો. કપડા ખંખેરી ઉભો હતો, ત્યાં સાયકલ સવારે કહ્યું 'તમે નસીએબદાર છો ભાઈ.' પેલો માણસ તાડૂક્યો, એક તો હાડકા ભાંગી નાખ્યા ને ઉપરથી નસીબદાર છે ? સાયક્લ સવારે શા6તિથી કહ્યું, 'અરે ભાઈ, આજે રજા છે એટલે સાયકલ પર છું રોજ તો હું તોતિંગ ખટારો ચલાવું છું.
એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: ‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’ ***** […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ