હાસ્યના ચમકારા

July 06 2015
Written By GujaratilexiconUpendra Gurjar

પતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ?’
પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’
પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !’
***********

ટીચર : ‘જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?’
ટીનુ : ‘હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી !’ ’
***********

રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કીધું :
‘ચાલ પોલીસ સ્ટેશન.’
માણસ : ‘પણ મેં શું કર્યું છે ?’
પોલીસ : ‘કશું નહિ. પણ મને એકલા જતા બીક લાગે છે.’
***********

વિકીપીડીયા : ‘મારી પાસે બધું જ જ્ઞાન છે.’
ગુગલ : ‘મારી પાસે બધી માહિતી છે.’
ફેસબુક : ‘હું બધાને ઓળખું છું.’
ઈન્ટરનેટ : ‘એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’
ત્યાં તો દૂરથી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી : ‘આવાઝ નીચે….’
***********

ચિન્ટુ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક પુલ આવતો હતો. પુલ પરથી ચિન્ટુએ જોયું કે એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા….
ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો મારીને, આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….. આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળો, કાલે રજા છે…..!’
***********

એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી હતી. એ જોઈ એના મિત્રએ પૂછ્યું :
‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’
‘ના, ના. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે. મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે.’
***********

એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને જોઈ શકીશ.’
બીજો કોલેજિયન : ‘હા, પણ ઉપર જઈને હાથ છોડી દઈશ તો મેડિકલ કૉલેજની છોકરીઓને પણ જોઈ શકીશ !!’
***********

સતીશ : ‘કાલે દસ જણાએ ભેગા મળીને મને એકલાને માર્યો.’
મનીષ : ‘પછી તેં શું કર્યું ?’ સતીશ : ‘મેં કહ્યું એક એક કરીને આવો.’
મનીષ : ‘પછી ?’
સતીશ : ‘પછી શું બધાએ એક એક કરીને ફરી મને માર્યો.’
***********

કોમેન્ટ્રેટર : ‘તેંડુલકર ઓન સ્ટ્રાઈક…. દેખતે હૈ અબ ક્યા હોતા હૈ….’
છગનબાપુ : ‘ટીવી બંધ કર અલ્યા. આજથી મેચ જોવાનું જ બંધ…. સચિન સ્ટ્રાઈક પર ગયો. આટલું કમાય તોય પાછા સ્ટ્રાઈક પર ?’
***********

સંતાની રોટલી પરથી ઉંદર દોડી ગયો.
સંતા : ‘હવે હું આ રોટલી નહીં ખાઉં.’
બંતા : ‘અરે ખાઈ લે યાર, ઉંદરે વળી ક્યાં ચંપલ પહેર્યા હતા !’
***********

પતિ : ‘મેં તને જોયા વગર જ લગ્ન કર્યાં ને ?’
પત્ની : ‘મારી હિંમતને દાદ આપો. મેં તો તમને જોયેલા હતા ને તોય લગ્ન માટે હા પાડી !’
***********

સંતાએ જિંદગીનું સૌથી સ્માર્ટ પગલું ભર્યું. એણે એના તમામ પાસવર્ડ આવા બનાવી દીધા : Incorrect. એટલે જ્યારે પણ એ ભૂલી જાય કે તરત જ કોમ્પ્યુટર એને યાદ કરાવે : ‘Your password is Incorrect.’
***********

પ્રશ્ન : ‘આળસ શું છે ?’
જવાબ : ‘થાકી જવાની ક્ષણો આવે એ પહેલાં જ આરામ કરી લેવાની કળા ! કારણ કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર !!’
***********

મકાનમાલિક : ‘હું તમને ત્રણ દિવસનો સમય આપું છું. જો ત્રણ દિવસમાં ભાડું ન આપ્યું તો મકાન ખાલી કરવું પડશે.’
ભાડૂઆત : ‘અચ્છા. તો પછી હું ક્રિસમસ, હોળી અને દિવાળીને એ ત્રણ દિવસ તરીકે પસંદ કરું છું.’
***********

સંતા : ‘અરે ડોક્ટર સાહેબ, મારા ઉપરના દાંતને જંતુ ખાઈ રહ્યા હતા, તમે તો નીચેનો દાંત કાઢી નાખ્યો ! આ શું કર્યું ?’
ડૉક્ટર ગરબડદાસ : ‘હા, પણ વાત એમ છે કે એ જંતુઓને ઊંચે પહોંચાતું નહોતું એટલે નીચેના દાંત પર ઉભા રહીને ઉપરનો દાંત ખાતા હતા, એટલે મેં નીચેનો દાંત જ કાઢી નાખ્યો !’
***********

બપોરના સમયે એક ભિખારી બાજુમાં પાટિયું રાખીને સૂઈ ગયો.
પાટિયા પર લખ્યું હતું : ‘સિક્કા નાખીને ઊંઘમાં ખલેલ કરવી નહીં…. નોટ મૂકજો !’
***********

બે મિત્રો પરીક્ષામાં નપાસ થઈને વાત કરી રહ્યા હતા.
એક મિત્ર : ‘કંટાળી ગયા યાર, ચાલ આત્મહત્યા કરી લઈએ….’
બીજો મિત્ર : ‘ચસકી ગયું છે ? આ બધું બાલમંદિરથી ફરી ભણવું પડશે… રહેવા દે !’
***********

કાળુભાએ કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછ્યું :
‘મારી ભેંસ મારું સીમકાર્ડ ગળી ગઈ છે.’
કસ્ટમરકેરનો માણસ : ‘તો એમાં હું શું કરી શકું ?’
કાળુભા : ‘ના, એટલે મારે તો ફક્ત એટલું પૂછવું છે કે તમે કોઈ રોમિંગ ચાર્જ તો નથી લગાડતા ને ?’
***********

ભિખારી : ‘બેન થોડું ખાવાનું આલો બા.’
ગૃહિણી : ‘હજી જમવાનું થયું નથી.’
ભિખારી : ‘કંઈ વાંધો નહીં બેન, મારો મોબાઈલ લખી લો. ખાવાનું થઈ જાય એટલે એક મિસકોલ મારજો !’
***********

એક માણસ તરવાનું શીખ્યો નહોતો છતાં પાણીમાં કૂદી પડ્યો. ડૂબતાં ડૂબતાં એના હાથમાં એક માછલી આવી ગઈ. એણે માછલીને કિનારા ઉપર ફેંકીને કહ્યું : ‘કંઈ નહિ તો તારો જીવ તો બચાવી લઉં !’
***********

છગનબાપુને મગને પૂછ્યું : ‘બાપુ, તમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.’
છગનબાપુ : ‘ગૂગલબા.’
મગન : ‘બાપુ, આવું નામ કાં ?’
છગનબાપુ : ‘તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છે, એટલે…’
***********

ભિખારી : ‘પહેલાં તમે દસ રૂપિયા આપતા હતા. પછી પાંચ કર્યા અને હવે ફક્ત એક જ રૂપિયો આપો છો. આવું કેમ ?’
શેઠ : ‘પહેલાં હું કુંવારો હતો. પછી લગ્ન કર્યા ને હવે છોકરા પણ છે. એટલે શું કરું દોસ્ત ?’
ભિખારી : ‘હમ્મ…… એટલે તમે મારા પૈસાથી જ ઘર ચલાવો છો, એમ ને ?’
***********

એક કિલ્લો બનાવવા માટે હજારો કારીગરો જોઈએ.
એક રાષ્ટ્રની રક્ષા કરવા માટે લાખો સૈનિકો જોઈએ.
પણ આખા ઘરને ઘર બનાવવા માટે એક સ્ત્રી જ બસ છે.
આવો આજે આપણે એનો આભાર માનીએ : થેન્ક યુ કામવાળી !!
***********

છોકરો : ‘વ્હાલી, તારા માટે મારા હૃદયના દ્વાર ખુલ્લાં છે.’
છોકરી : ‘સેન્ડલ કાઢું કે….’
છોકરો : ‘કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર થોડું છે !’
***********

પતિ, પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી રહ્યો હતો. અને દરેક વખતે ચૂકી જતો હતો.
અચાનક પત્નીનો ફોન આવ્યો : ‘હાય, શું કરે છે ?’
પતિએ પ્રામાણિકતાથી જવાબ આપ્યો : ‘Missing You.’
***********

રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘરે જવા રીક્ષા કરી. આગળ જમણીબાજુ વળવાનું હતું એટલે ગણપતલાલે રીક્ષાવાળાને ટપલી મારી. રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફૂટપાથ પર ચડીને, ખોખાં ગબડાવી, કચરાના ઢગલાં પર ચઢીને, હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ ! પણ સારું થયું કે બંને જણાં બચી ગયા.
કપડાં ખંખેરતા રીક્ષાવાળાએ કહ્યું : ‘કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું. હું તો જબરજસ્ત ડરી ગયો !’
ગણપતલાલ કહે : ‘પણ મેં તો ખાલી તારા ખભે ટપલી જ મારી હતી.’

રીક્ષાવાળો : ‘હા, પણ આ પહેલાં હું મડદાં લઈ જતી વાન ચલાવવાનું કામ કરતો હતો ને !

More from Upendra Gurjar

More Jokes

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

નવેમ્બર , 2024

ગુરૂવાર

21

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects