કેમ છે ધંધાપાણી ?
ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
‘કાં, કેમ છે ધંધાપાણી ?’
‘ઠીકઠીક છે, ભલા.’
‘તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?’
‘હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !’
‘ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું
નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ, કેમ કે ત્યાં સહુ મને ઓળખે.’
ખેતીવાડી કૉલેજનો ગ્રેજ્યુએટ થઈને તાજો જ પાછો ફરેલો કપિલ પાડોશના ખેડૂતને
કહે : ‘તમારા લોકોની ખેતી કરવાની પદ્ધતિ હજુ સાવ જૂનીપુરાણી છે. મને ખાતરી
છે કે પેલી જામફળીમાંથી દસેક કિલો જામફળ પણ તમે નહીં લેતા હો.’
‘વાત તો ખરી છે.’ ખેડૂત બોલ્યો, ‘એ સીતાફળી છે.’
પતિ : તુ નકામી લમણાઝીંક કરે છે. આ કૂતરાંને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી !
પત્ની : તમે વચ્ચે ન બોલો. એમાં ધીરજની જરૂર છે. મારે તમારી સાથે કેટલો
સમય બગાડવો પડ્યો હતો ?
નટુ : કેમ આટલો બધો મૂંઝાયેલો દેખાય છે ?
ગટુ : ઘેર તારી ભાભી સાથે ઝઘડો થઈ ગયો હતો. એણે અઠવાડિયા સુધી નહિ
બોલવાની ધમકી આપી છે.
નટુ : અરે એ તો આનંદની વાત છે ! અઠવાડિયું જલસા કર !
ગટુ : શેના જલસા ! આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે !
More from



More Jokes



Interactive Games

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ