એક ગાંડાએ બીજાને કહ્યું
August 17 2015
Written By
Gurjar Upendra
એક ગાંડાએ બીજાને કહ્યું : હા, હા સૂર્ય જ છે ભાઈ.
બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર.
બન્ને વચ્ચે ખાસી ખેચંતાણી ચાલી. અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને
ત્રીજા કોઈને પૂછ્યું ‘અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર ?’
ત્રીજો : મને ના પૂછશો. હું અહીં નવો નવો આવ્યો છું.
એક દારૂડિયાને પોલીસે અટકાવ્યો : ક્યાં જાય છે ?
દારૂડિયો : દારૂના ગેરફાયદા વિશે લેકચર સાંભળવા
પોલીસ : અત્યારે ? રાત્રે ?
દારૂડિયો : હા. ઘરે જાઉં છું.
પત્ની : તમારી સાથે જીવવા કરતાં તો મોત આવે તો સારું !
પતિ : મનેય એવું જ થાય છે કે આનાં કરતાં તો મરી જાઉં તો સારું.
પત્ની : તો તો ભૈ સાબ મારે મરવુંય નથી.
પોતાના નવા શિષ્યને બોક્સિંગના પાઠ શીખવાડીને માસ્ટરે કહ્યું : ‘તારો
કોર્સ પૂરો થયો.’
શિષ્ય : હા, સાહેબ.
માસ્ટર : બોલ તારે બીજું કંઈ જાણવું છે ?
શિષ્ય : સર, આ કોર્સ પત્રવ્યવહારથી શીખી શકાય ?
ન્યાયાધીશ : ચોરી માટે તને ત્રણ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવે છે.
ચોર : માય લોર્ડ, ચોરી તો મારા ડાબા હાથે કરી છે તો આખા શરીરને સજા શા માટે ?
ન્યાયાધીશ : સારું, તો તારા ડાબા હાથને સજા થશે, જા.
ચોર પોતાનો લાકડાનો ડાબો હાથ કાઢી આપ્યો અને ચાલતી પકડી.
More from Gurjar Upendra



More Jokes



Interactive Games

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.