Home » GL Community » Page 2
મજા જિંદગી છે હસો ને હસાવો, પ્રણયગાનના સૂર ઉરથી વહાવો. વહી જાય તો કાળ પાછો ન આવે, લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો. અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે, બધાં બંધનો એહ દૂરે ફગાવો. જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો, ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો. ભરી છે મજા કેવી કુદરત મહીં જો, જિગર-બીન એવું તમેયે […]
પ્રેમ કરવો અને પુસ્તક વાંચવું એમાં કોઈ અંતર નથી હોતું. કેટલાક પુસ્તકોનું મુખપૃષ્ઠ જોઈએ છીએ ભીંજવે છે. પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ. કેટલાંક પુસ્તકો તકિયા નીચે મૂકીએ છીએ. અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે ત્યારે વાંચવા માંડીએ છીએ. કેટલાંક પુસ્તકોનો શબ્દેશબ્દ વાંચીએ છીએ એમાં ખોવાઈ જઈએ છીએ ફરી પાછું વાંચીએ છીએ અને આત્મામાં વસાવી દઈએ […]
ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય. જાડું દળું તો કોઈ નવ ખાય. મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય, ચાલતા જાય, લાપસીનો કોળિયો ભરતા જાય. મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં જાય, રાંધી રસોઈયું ચાખતાં જાય. મારા તે ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતાં જાય મારું ઉપરાણું લેતા […]
સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહીં ગરબડ ન કર. બિલ્લીની માફક મને નડનડ ન કર, શ્વાન સમજીને મને હડહડ ન કર. હાસ્ય તારું ભયજનક લાગે મને, મેઘલી રાતે કદી ખડખડ ન કર. પ્રેમની ટપલીને ટપલી રાખ તું, વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર. કાલે મારો પગ છૂંદ્યો તેં […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
પાન લીલું જોયું ને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે […]
એવા રે અમો એવા રે એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે બંધાણું પહેલું હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે સઘળા સાથમાં હું એક ભૂંડો ભૂંડાથી વળી […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.