Gujaratilexicon

Rajul Shah

પ્રકાશિત રચનાઓ : 1

Latest Article

બજરંગી ભાઈજાન – ફિલ્મ રીવ્યુ

બજરંગી ભાઇજાન- ફિલ્મ રિવ્યુ. by Rajul Kaushik   કાબૂલ એક્સપ્રેસ, ન્યૂયોર્ક, એક થા ટાઇગર નામ સાથે કબિર ખાનનું નામ જે રીતે સંકાળાયેલું છે તે જ રીતે આ તમામ ફિલ્મોની કથામાંભારત-પાકિસ્તાનના નામ પણ આપોઆપ સંકળાઇ જાય છે. કબિર ખાનની ફિલ્મોની કથામાં માં કોમની સાથે દેશની વાત પણ વણાઇજતી જોવા મળી છે. એક થા ટાઇગરમાં પણ ભારતીય અને પાકિસ્તાની જાસૂસ વચ્ચે પ્રેમની વાત કહેતા કબિર ખાને પ્રેમ આડે કોઇસીમાડા નથી આવતા એવો સંદેશ આપવા પ્રયાસ કર્યો છે તેવી જ રીતે ‘ બજરંગી ભાઇજાન’ માં પણ બે દેશ વચ્ચેના વૈમનસ્ય વચ્ચેપણ બે દેશના નેકદિલ ઇન્સાનની વાતને વણી લેવામાં આવી છે. માનવ માનવી  બનીને રહે તો એ ભારતીય છે કે પાકિસ્તાની એ બેવચ્ચેનો ભેદ ભુલાઇ જાય છે. ‘બજરંગી ભાઇજાન’ ની કથામાં કોઇપણ જાતનું નાવિન્ય ન હોવા છતાં એની માનવીય સંવેદના પ્રેકક્ષોનેસ્પર્શી જાય છે અને જકડી રાખે છે.   પાકિસ્તાનની નાનકડી માસૂમ  શાહિદા( હર્ષાલી મલ્હોત્રા) જન્મથી જ મુંગી છે. જો તે તેને દિલ્હીની બાબા નિજામુદ્દિન ઓલિયાનીદરગાહ પર સજદા માટે લઈ આવે તો તે બોલતી થઈ જાય તેવી શક્યતા જાણીને તેની માતા તેને દિલ્હી લઈ આવે છે. પિતાપાકિસ્તાની આર્મીમાં હોવાથી વિઝા નથી મળતા અને પરિણામે તેની માતા જ તેને સમજૌતા એક્સપ્રેસમાં લઈને આવે છે.  દરગાહ પરમાથુ ટેકવીને પાછા ફરતા શાહિદા તેની માતાથી વિખુટી પડી જાય છે અને કુરુક્ષેત્રમાં પવન (સલમાન ખાન) જે બજરંગબલીહનુમાનનો ભક્ત છે તેને મળે છે. મુંગી છોકરી ક્યાંથી આવી છે અને ક્યાં પહોંચાડવાની છે એની મથામણમાં સર્જાતી વિટંબણા અનેમુશ્કેલીઓમાંથી માર્ગ કાઢતા પવન તેને પાકિસ્તાન સુધી પહોંચાડવા સુધી નેક પ્રયાસ આદરે છે અને તેમાં તેને સાથ મળે છે એક લોકલચેનલના પત્રકાર ચાંદ નવાઝ ( નવાઝુદ્દિન સિદ્દીકી)નો.    સરળ દેખાતી કથામાં સૌથી સંવેદનશીલ વાત એ છે કે એક ઇન્સાન જો નાત-જાતના ભેદભાવ ભુલી જઈ શકે તો એ સાચા અર્થમાંમાનવ સાબિત થઈ શકે.  શાહિદાને તેના માતા-પિતા સુધી પહોંચાડવામાં ભારતીય પવનને પાકિસ્તાની ચાંદનો જે સાથ મળે છે તે ઘટનાજ સહ્રદયી પ્રેક્ષકોને સ્પર્શી જાય તેવી છે. શાહિદા બોલી શકતી નથી માટે તેની ઓળખ પામવી અઘરી છે પરંતુ. કબિર ખાને એકપછી એક એવા સંજોગો ઉભા કર્યા છે જેનાથી પવનને શાહિદા વિશે કોઇક કડી મળતી રહે છે. અને આ કડી પકડીને પવન સઈદાનેએની માતા પાસે પાકિસ્તાન સુધી પહોંચાડવાની તનતોડ- મનતોડ જહેમત આદરે છે.  આ પ્રયાસ અને પ્રવાસમાં એવા કેટલાય અનુભવએવા થાય છે જે પવન જ નહીં પ્રેક્ષકોના દિલને પણ ઝંઝોડી મુકે છે.    ક્યાંક શાહિદાને એની માતા સુધી પહોંચાડવામાં પાકિસ્તાની આર્મી ઓફિસરથી માંડીને બસ ડ્રાઇવર ,મૌલવી પણ સામેલ છે તોશાહિદાને માતા સુધી પહોંચાડવાની લાલચનું ગાજર પવન સામે લટકાવીને શાહિદાને વેચી નાખવા જેવું અધમ કામ કરનાર હિંદુસ્તાનીપણ છે. સતત વહેતી કથામાં એક પછી એક એવા પાત્રો ઉમેરાતા જાય છે જે આ કથાને વધુને વધુ હ્રદયસ્પર્શી બનાવતા જાય છેઅને નાનકડા અમસ્તા રોલમાં પણ તેમની છાપ છોડતા જાય છે.    ફિલ્મમાં કેબ્રે ડાન્સરને વસ્ત્રો ઉતારવા ફરજીયાત છે એવી સામાન્ય માન્યતામાં બીજી એક માન્યતા પણ છેલ્લા કેટલાક સમયથીપ્રચલિત છે ‘સલમાન છે એટલે શર્ટ તો ઉતારશે જ’. પરંતુ  આશ્ચર્યની વાત છે સલમાને  કે કબિર ખાને તેની આ ઇમેજ જાળવીરાખવા નાનકડો સરખો પ્રયાસ પણ નથી કર્યો. સલમાનમાં અહીં સરળ, સાલસ અને નેક ઇન્સાનની છબી  છતી થાય છે. પરંતુ સરળ, સાલસ દેખાતા ઇન્સાનમાં પણ એક બજરંગી વૃત્તિ રહેલી છે જે જરૂર પડે જોરાવર પણ બની શકે છે .નાનકડી શાહિદાની વ્યથાપવનની વ્યથા બની જાય ત્યારે તેનામાં છલકાતી સંવેદનાને સલમાને પ્રેક્ષકોના મન સુધી પહોંચે તે રીતે વ્યકત કરી છે અને એશાહિદાની સહાય માટે સ્વીકાર્ય લાગે તેવી રીતે એની શક્તિનો પણ પરચો દેખાડે છે તે પણ સહજ લાગે છે.  જે રીતે પવનનું ચિત્રણઆંકવામાં આવ્યું છે એ રીતે જોતા તો એ આ દુનિયાનો માણસ હોવાની જે શંકા જાગે. ચારેબાજુ માત્ર સ્વાર્થથી ભરેલી દુનિયામાં આવાપરમાર્થી પણ હોઇ શકે? કદાચ પવનના પાત્ર થકી આપણને એટલું સમજાવવામાં દિગ્દર્શક સફળ રહ્યા છે કે જો મનમાં રામ હોય તોરાવણને પણ ઝુકવું પડે છે. અજબ જેવી વાત લાગે છે ને?     નવાઝુદ્દિન સિદ્દીકીએ તેના અનેક પાત્રોને રુપેરી પરદા પર જીવંત કર્યા છે.’બજરંગી ભાઇજાન’નો પત્રકાર આજના કમર્શિયલ પત્રકારોજેવો નથી. તેનામાં કોઇપણ બાબતને લઈને ચેનલમાં ન્યૂઝને બઢાવી ચઢાવીને જુવાળ ઉભો કરવાના બદલે દિલમાં માનવતાનોજુવાળ ઉભો કરવાની વૃત્તિથી આપણા મનમાં પણ ઊંડે ઊંડે એવી અપેક્ષા જાગે છે કે માનવતા હજુ મરી પરવારી નથી. નવાઝુદ્દિનનોઅભિનય ખરેખર સરસ છે. ચાંદ( નવાઝુદ્દિન) ‘વિર-ઝારા’ ના રાની મુખર્જીના સહ્રદયી પાત્રની યાદ અપાવે છે.    ફિલ્મનું સૌથી મહત્વનું પાત્ર શાહિદા એટલેકે હર્ષાલી મલ્હોત્રા જેની આસપાસ આ ફિલ્મ ગુંથાયેલી છે તેવી હર્ષાલી તેની માસૂમિયતથીપ્રેક્ષકોની સહાનુભૂતિ જીતી લે છે. મુંગી છોકરીના ચહેરાના હાવભાવ, એની કથા અને વ્યથાને હર્ષાલીએ અત્યંત હ્રદયસ્પર્શી રીતે રજૂકરી છે. તેના ચહેરા પરનું ભોળપણ અને તેની અશબ્દ અભિવ્યક્તિ ફિલ્મનું સૌથી સબળ પાસુ છે. માતાથી વિખુટી પડી ગયેલીબાળકીની મુંગી વ્યથાને આ બાળકીએ એટલી તો બોલકી રીતે રજૂ કરી છે કે ભાગ્યેજ કોઇ એની સાથે જોડયા વગર રહી શકે. નાનાબાળકને જમાડતી માતાને જોઇને એના આંખમાં ઉમટેલા આંસુથી પ્રેક્ષકનું મન ભીનુ થયા વગર ભાગ્યેજ રહી શકે. એનો આનંદ, એનીહતાશા, પવન પરનું તેનું આવલંબન એટલી નજાકતથી છલકાયા કરે છે કે સલમાન જેવા નિવડેલા અભિનેતા અને નવાઝુદ્દિન સિદ્દીકીજેવા અદાકાર વચ્ચે પણ પ્રેક્ષકની નજર એક ક્ષણ પણ હર્ષાલીથી દૂર ખસતી નથી.   કરિના કપૂર એક એવી અભિનેત્રી છે જેણે આજ સુધી અનેક પાત્રોમાં તેના અભિનયના અજવાળા પાથર્યા છે પરંતુ ‘ બજરંગીભાઇજાન’ ફિલ્મમાં બજરંગી, શાહિદા અને ચાંદ પછી તેનો ઉલ્લેખ  કરવા પાછળનું કારણ એ છે કે જાણે તેનું પાત્ર ખપ પુરતુદર્શાવવામાં આવ્યું હોય તેવું બની રહ્યું છે. અહીં કરિના માટે ઝાઝો અવકાશ રહ્યો નથી તેમ છતાં કરિનાએ રસિકાના પાત્રનીસંવેદનશીલતા અને અજાણ બાળકી માટેની અનુકંપા સહજતાથી રજૂ કરી છે.   પવનને મદદ કરતા મૌલવી ( ઓમ પુરી),  શરત સક્સેના, રાજેશ પુરી, પવનના પિતા બનતા અતુલ શ્રિવાસ્તવ પણ તેમની ભૂમિકાનીછાપ મુકતા જાય છે. શાહિદાની માતા એટલે કે  મહેર વિજે પણ પોતાની ભૂમિકાને ખુબ સુંદર ન્યાય આપ્યો છે.   કબિર ખાને સરળ દેખાતી કથાને માનવતાનો સ્પર્શ આપીને ફિલ્મને ખાસ બનાવી છે.  ધીમી ગતિના લાગતા પૂર્વાર્ધ અને ફ્લેશ બેકનાલીધે કથાનું વહેણ મધ્યમ ગતિએ આગળ વધતું હોય તેમ લાગે પરંતુ કબિર ખાને પાત્રો પરની તેમની પકડ અને દ્રશ્યોની સચોટમાવજતથી ફિલ્મને જરાય નબળી પડવા દીધી નથી. કબિર ખાને ભારત-પાકિસ્તાનના નાજૂક સંબંધોને નકારાત્મક ચિતરવાના બદલેઅથવા બંને દેશો વચ્ચેના વૈમનસ્યને બાજુ પર રાખીને એક અલગ અભિગમ અપનાવ્યો છે. ઘણા સમયથી લોહિયાળ લેખાતીકાશ્મીરની ધરતીના સુંદર લોકેશનનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે.     ફિલ્મના ગીતો અને કવ્વાલીનું ફિલ્માંકન સરસ થયું છે. અદનાન સામીની કવ્વાલી અને અદનાન સામીની હાજરી સાનંદ આશ્ચર્યજનકરહી.   સલમાનના ચાહકોને તો આ ફિલ્મ ગમવાની જ છે પરંતુ સલમાનની એક અભિનેતા તરીકે પણ ગણના કરવા માંગતા ન હોય તેવા પ્રેક્ષકોને પણ ફોર-અ- […]

Gujaratilexicon
Rajul Shah
August 10 2015
Gujaratilexicon

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects