Home » GL Community » Page 2
દૂધ નથી તો ચા મને મંજૂર છે, આખી નથી તો પા મને મંજૂર છે. એક વાર સાથે રમાવા તો દો બાળકો, નવી ગેડી નવો દા મને મંજૂર છે. મિત્ર હોય કે શત્રુ, પીઠ પ્રહાર ના કરજે, તારો સામી છાતીનો ઘા મને મંજૂર છે. બચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંંથી તું નિસંકોચ મારા સમ ખા […]
દોસ્ત તું જે કરે છે એ જ હું કરતો તો ગમી વસ્તુ ને જોઈ એને લેવાની જીદ પકડતો તોવસ્તુ જો ના મળે તો હજી જોર જોરથી રડતો તો મમ્મીનું હ્રદય પીગળાવી મારી જીદ પૂરી કરાવતો તોનવા કપડા નવું રમકડું ને નવું બેટ જોઈએ બધું એક એક કરી ને હું તો મેળવતો તોહવે પરિસ્થતિ જુદી છેહવે […]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ગુર્જર વાણી, ગુર્જર લહાણી, […]
ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો, હવે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો, કહો….. આ આંખો તારી તુજ અંતર દ્વાર, મળી આંખો તો દીલ માં ખૂપી કટાર, એ મારકણુ હળવુ શું સ્મીત, એ આમંત્રણ ની અનોખી રીત. મેં માર્યા ટકોરા દીલ ના દ્વારે, અને કહ્યુ કે મારી બનાવવી તને મારે. પછી પ્રિતી […]
એક નાનું રૂપાળું મારું ગામડું, એક મસ્તીભર્યું રૂપાળું મારું ગામડું, એક ખુશીનું મારું ગામડું, ખેતરીયેથી ભર્યું છે મારું ગામડું, એક લીલું રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, એક રમઝમતુ રૂપાળું મારું ગામડું, એક સ્વચ્છ રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, પક્ષીનું ભર્યું છે રૂપાળું મારું ગામડું, એક નાનું રૂપાળું મારું ગામડું.
જ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં, પહેલો શબ્દ સાંભળ્યો તે ‘નસીબ’. જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં, સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે ‘નસીબ’. જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં, પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે ‘નસીબ’. જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં, જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે ‘નસીબ’. જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં, કોઈ એક આશા સાથે […]
ઘરથી નીકળી શાળાએ જતાં, મા-બાપને નમન કરીએ, શાળામાં જઈ ભણતા પહેલાં, ગુરુજીને વંદન કરીએ, બે કર જોડી મા શારદાની, શાંતિથી પ્રાર્થના કરીએ, પછી લાઈનસર રૂમમાં જઈને, અભ્યાસમાં જ ધ્યાન ધરીએ, રિસેસનાં સમયમાં નાસ્તો કરી, થોડી વાર આરામ કરીએ, શાળામાં શિખેલ પાઠનું, ઘરે જઈ ચિંતન કરીએ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.