Home » GL Community
I love gujarati literature
ખાતર ઉપર દિવેલ દીધા પછી શું?, દર્દ લીધા પછી પાછું વાળવાનું શું?. ભાગોળે છાસ છાગોળ્યા પછી શું?, ભૂતકાળને વાગોળીને થૂંકવાનું શું?. કઠણાઈ કરમની કીધા પછી શું?, પ્રેમની કથાઓ વાંચીને ચૂંથવાનું શું?. ટેરવાંના સ્પંદનોને સ્મર્યા પછી શું?, પ્રણયના સ્પંદનોને વાગોળવાનું શું?. અંતરની આરસીમાં જડ્યા પછી શું?, હ્રદયની દિવાલને ખીલ્લા જડવાનું શું?. અનિલ દવે. (“અનુ”)
. *મા એકવાર.* . 🌹🌹🌹 માઁ મને એકવાર દુનિયા જોવા તો દે… માઁ સાંભળ્યું છે મેં કે કાલે પ્રાણ લેવાશે મારા… એક વાર દુનિયા જોવા તો દે…. માઁ મને એકવાર દુનિયા જોવા તો દે… રમવું છે મારે ખોળે તારા ને પપ્પા નો પામવો છે સ્નેહ.. બનાવવા છે મિત્રો ને રમવું છે સાથેય એમની… રમત શુ […]
સગપણોમાં હુંફ પામે એ જ જાણે જિંદગી, દુઃખ હજારો હોય તો પણ એજ માણે જિંદગી. આભથી ઝાકળનું જે ટીપું પડ્યું તું રાતના! ફૂલને બસ એ જ આપી ગ્યું અજાણે જિંદગી, એમની ઝુલ્ફો સરીખો રેશમી એ દોર છે, ક્યાંક ગૂંચાય ન જાયે ખેંચતાણે જિંદગી. મોતથી બદતર દશા, યાને વિરહની આ વ્યથા! એમના વિના અમે જીવ્યા પરાણે […]
ગામને પાદર ઓટલો.ઓટલાની વચ્ચોવચ લીમડો. એનો શીતળ છાંયો, તમે ઘડીક બેસો તો ઊંઘ આવી જાય એવો પવન આવે. ઘરડાબુઢા ને કામ વગરના બધા બેઠા હોય. ચ્હાની કીટલીને ને કપ-રકાબીના ખખડાટની સાથે આખા ગામની ચોવટ ચાલતી હોય. કોણ આવ્યું, કોણ ગયું. કોનું મંડાણું ને કોનું તૂટયું. અલકમલકની વાતો વહેતી હોય. વાત કોઈની પણ હોય, તેમાં સ્ત્રીતો […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.