Home » GL Community
શૂન્યમાંથી સર્જન કરી સમાજને સમર્પિત થાય તેવા નેતા શાશ્ચત બને છે. પોતે કાંઈ જ ન હોય અને પોતાની પાસે કાંઈ જ ન હોય છતાં સર્વસ્વ અર્પણ કરે તેવા નેતા જુદા ! Even if you have nothing, if you are useful, you are resourceful! તમારી પાસે કશું જ નથી છતાં તમે મદદરૂપ થાય તો તમારી પાસે […]
ગુલાબના છોડમાં કાંટા હોય છે, તેનો કકળાટ ન કરો; કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ કરો. – અરબી કહેવત આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં ફાંફાં માર્યા કરીએ છીએ અને જે છે તેનું મહત્ત્વ કરવાનું ચૂકી જઈએ છીએ. જે નથી તેની લાયમાં ને લાયમાં જે છે તેનું પણ મહત્ત્વ ગુમાવી બેસીએ છીએ. […]
એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: ‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’ ***** […]
વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે … સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ […]
સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી. -ઉમાશંકર […]
જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત – ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય […]
જે સમયે રડ્યા હતા, તે સમયને જ યાદ કરીને હસવુ આવે છે..!! અને તે સમયે હસ્યા હતા, તે સમયને યાદ કરીને રડવુ આવે છે..!! – વિકાસ કૈલા પ્રિયતમાનાં આંગળીયોમાં આંગળી પરોવી, તેની આંખોમાં એકધારું જોવાથી.. ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. – (ઘાયલ-રજ) અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની […]
એક સુંદર ગામ હતું. ગામમાં એક સુંદર શાળા. આ શાળામાં એક બહુ જ ભલા, જ્ઞાની અને રમૂજી સ્વભાવના શિક્ષક શાંતિલાલ રહે. શંતિલાલ બાળકોને પ્રેમથી ભણાવે. સારી-સારી વાર્તાઓ કહે. તેમની વાતો સાંભળી તોફાની છોકરાય શાંત થઈ જાય. એક દિવસ શાંતિલાલ સાહેબે એક સુંદર વાર્તા કહી. આ વાર્તા હતી મહાભારતના સમયની. શાંતિલાલે કહ્યું : એક મહાન રાજા થઈ ગયા. આખી પ્રુથ્વી […]
આગ્રા પાસેના એક ગામમાં એક સાધારણ પરિવારમાં બીરબલનો જન્મ થયો હતો. એની પંદર વર્ષની ઉંમરે એનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. એ વખતે એની પાસે પચાસ રૂપિયા હતા. એણે વિચાર્યું કે, ગામડાગામમાં રહીને શો ધંધો કરીને જીવન ગુજારીશ? ખૂબ વિચાર કર્યા પછી એણે આગ્રાના કિલ્લાની બાજુમાં પાનની દુકાન કરી. એની પાનની જમાવટ અને મળતાવડા સ્વભાવને કારણે […]
એક રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય પુત્રો પુખ્ત ઉંમરના થયા છે. રાજા વૃધ્દ્ર થવા લાગ્યા છે. રજવાડાના નિયમ પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર રાજગાદીનો વારસ બને, પરંતુ રાજા આ પ્રણાલીમાં માનતા નથી. રાજ્યશાસન ચલાવવાની લાયકાતવાળો પુત્ર રાજા બને તેવું તેઓ ઈચ્છે છે. તેમણે પોતાના મનની વાત ગુરુને કહી. ગુરુએ કહ્યું,”રાજન, તે માટે કસોટી કરીએ.” ત્રણેય પુત્રોને બોલાવવામાં આવ્યા.ત્રણેયને એક એક રૂપિયો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.