Home » GL Community » Page 5
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે ક્યારેક ચાલી ચાલી […]
હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ… તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ… જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! […]
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી […]
ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે, દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે. ના પવન, ના દિશાઓ બદલાણી, મેં જ મારો પડાવ બદલ્યો છે. નાવ છે એ જ, નાખુદા પણ એ જ, પણ નદીએ બહાવ બદલ્યો છે. જે હતું એ જ છે જગત આખું, માણસોએ લગાવ બદલ્યો છે. મોત સીધું, સરળ, રહ્યું કાયમ, જિંદગીએ જ દાવ બદલ્યો […]
કરામત ગજબની કરી જાય મિત્રો, બની હસ્તરેખા ફળી જાય મિત્રો, 'કરીશું ઘણું' એવું કહેતા ફરે સૌ; કહે ના કશું, બસ કરી જાય મિત્રો, ન શબ્દો, ન ચેરા ઉપર ભાવ કોઈ; છાતાં મનની વાતો કળી જાય મિત્રો, તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છે: નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો, સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું? સહજ […]
આજ કાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે, અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે. જે પીતા'તા માટલાનું પાણી જ, આજ બિસલરી ને એરોહેડ પીએ છે. શુદ્ધ દૂધ-ઘી ને માખણ છે દુર્લભ, એ ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે. ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન ? હવે તો ફાટેલાં જીન્સ ફરતા લાગે છે. કયાં છે દેશદાઝ […]
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]
દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે ! – કિરણકુમાર ચૌહાણ
હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, જે હું જોઈ નહીં શકું, તું હમણાં જ ફૂલો મોકલને ! હું મૃત્યુ પામીશ અને તારાં આસું વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને ! હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં […]
હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ… તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ… જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! […]
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.