Home » GL Community » Page 4
ચંચલી છે, મનચલી છે, બાથટબમાં માછલી છે, ક્રીડતી કો જલપરી છે, બાથટબમાં માછલી છે! એય ડૂબે, હુંય ડૂબું, બેય ડૂબીને શ્વસીએ, પંતિયાળી ચૂઈ મળી છે, બાથટબમાં માછલી છે! મારું પરપોટા સમું અસ્તિત્વ એને છે કબૂલ… ને ક્ષણેક્ષણ જિંદગી છે, બાથટબમાં માછલી છે! પંચમ શુક્લ
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ ! આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર ! પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો; ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ […]
જીતવાની ઝંખનાથી પર થયો છું, હારથી હું એટલો સધ્ધર થયો છું. આપ ધક્કો મારવા તૈયાર છોને? હું ફરી મહેનત કરી પગભર થયો છું. ચુપ રહી ને કેટલાં વર્ષો વિતાવું? એટલે હું વાગતું ઝાંઝર થયો છું. ભૂલા ક્યાંથી નીક્ળે મારી જરાપણ? યાદ કરતા વેંત હું હાજર થયો છું. રક્તપ્યાસી ભીડનો હિસ્સો ન બનવા, માનવીમાંથી પરત વાનરથયો […]
પરિચિતો થી કેટલો પરખાય જાઉં છું, નથી હકીકતમાં છતાં વરતાય જાઉં છું. ભાગવું હતું આજ જગત થી ઘણું દુર, અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું. આગળ પાછળ કોઈ નથી તારું કે મારું, બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું? મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી, સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું. મને […]
આજ, મને જ પૂછવું છે, હજુ કેટલું બળવું છે ?! માટી મહી કદી કોઈને સ્વેચ્છાથી ભળવું છે ?! અસ્તિત્વ નવું રળવું છે, અહંને બહાર ઢોળાવું છે, ઝરણે ક્યાંથી આવે નીર જરૂરી સ્વનું ઓગળવું છે, મનથી મનને મેળવવું છે, પ્રેમથી જગમાં વરસવું છે, વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે. હવે મને જ મળવું છે, […]
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું તેવા ઘેર શીદ જઈએ રે મોહન પ્યારા, […]
નામ તારું કોઈ વારંવાર લે, તું ખરો છે કે તરત અવતાર લે… આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું? તું કહે તો થાઉં ખુશ્બોદાર લે… તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં? તું મરણ છે, હાથમાં તલવાર લે… હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું? તું કહે તો આ ઊભા ટટ્ટાર લે… શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર? […]
આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે, રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે. શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે. રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે, આપોને હરિ હાર જ મારો […]
મારી નિત્ય પ્રાર્થના… હે પૃથ્વીના પાલક પિતા તુજને નમું વરદાન દે; નીરખું તને કણકણ મહી એવું મને તું જ્ઞાન દે , હું સત્યના પંથે સદા નીડર થઇ ચાલ્યા કરું હો વિકટ પણ તુજને મળે એ રાહની પહેચાન દે , પરિશ્રમ મહી શ્રધા રહે , હિંમત તણી હો સંપતિ મનના અટલ વિશ્વાસ પર આગળ વધુ ; […]
પરિચિતો થી કેટલો પરખાય જાઉં છું, નથી હકીકતમાં છતાં વરતાય જાઉં છું. ભાગવું હતું આજ જગત થી ઘણું દુર, અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું. આગળ પાછળ કોઈ નથી તારું કે મારું, બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું? મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી, સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું. મને […]
સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજો ન આપ ફરી દરમિયાનમાં… એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા, જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં… કોઈ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને, શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં… એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ, સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં… એનો હિસાબ થશે કયામતના દિવસે, ચાલે […]
હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ… તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ… જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! […]
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.