Home » GL Community » Page 3
સાવ અંગત એક સરનામું મળ્યું આજ વર્ષો બાદ એ પાનું મળ્યું મેં લખેલી ડાયરી વાંચી ફરી, યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું. સોળમા પાને પતંગિયું સળવળ્યું, જીવવા માટે નવું બહાનું મળ્યું. જાણ થઈ ના કોઈને, ના આંખને, સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું. એક પ્યાસાને ફળી સાતે તરસ, બારણા સામે જ મયખાનું મળ્યું. – હરિશ્ચન્દ્ર જોશી
કેમ લાગે છે કે સફરમાં છું? હું તો મારા જ ખુદના ઘરમા છું. પાંદડે પાંદડે ઉદાસી છે, મારા મનથી હું પાનખરમાં છું. રાત જેવા તમામ દિવસો છે, કોણ જાણે હું કયા પ્રહરમાં છું . મારા હાથે હું તોડી રાજમહેલ, સાવ ખંડેર જેવા ઘરમાં છું. ખાર જેવાં બધાં જ પુષ્પો છે, ભરવસંતે હું પાનખરમાં છું. માર્ગ […]
જ્યારે મળીએ, જે દિ' મળીએ ત્યારે તે દિ' નવું વરસ મતલબ કે કો' મનથી મળવા ધારે તે દિ' નવું વરસ ખાસ્સા ત્રણસો પાંસઠ દિ'નો વાર્ષિક ગાળો ધરા ઉપર હું તો માનું : ક્ષણ જ્યારે પડકારે તે દિ' નવું વરસ ચહેરા પર રંગોળી, રોમેરોમે દીપક ઝળાહળા માણસ-માણસ રોશન બનશે જ્યારે તે દિ' નવું વરસ આળસ, જઈને […]
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી, પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ? કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં, આયખામાં જેટલાં યે સળ છે; તારા જ દીધા સૌ વળ છે. કિયા છેડેથી બાકી તેં રાખી ? મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી. શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર, […]
સદીઓ થી શેષ –શૈયા પર સુતેલો તું થાકી તો જતો હશે, તને પણ અમારી જેમ જીવવાનો કદિ અભરખો તો થતો હશે, દુ:ખો ની યે આદત પાડવાની અમારી આવડત(!) જોઇ, પીડા વિહોણી તારી જીંદગી પર તને અફસોસ તો થતો હશે. દૂધ નુ સપનુ ય જોતા ડરતા ગરીબો ને જોઈ ને, સામે બળતા ઘી ના દીવા ભેગો […]
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો. વાંસળીની ફૂંક જરા અડકી ના અડકી ત્યાં તૂટવાના સપનાનાં ફોરાં. રાતે તો લીલુડા પાન તમે લથબથ, સવારે સાવ જાને કોરાં. કાંઠે તો વિદેહી વાર્તાની જેવો, એને શું પાણી-પરપોટો માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો. મોર જેવો મોર મૂકી પીંછામાં મોહ્યો એવી તો એની […]
બો ભરીને અમે એટલું હસ્યાં કે કુવો ભરીને અમે રોઇ પડયાં. ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં કે હોડી-ખડક થઇ અમને નડયાં. કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ? ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ ! કૂવો ભરીને અમે એટલું રડયાં કે ખોબો ભરીને અમે મોહી પડયાં. […]
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને… વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને… વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે; પંચાળીનાં […]
હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ… તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ… જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! […]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.