Home » GL Community
સાવ અંગત એક સરનામું મળ્યું આજ વર્ષો બાદ એ પાનું મળ્યું મેં લખેલી ડાયરી વાંચી ફરી, યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું. સોળમા પાને પતંગિયું સળવળ્યું, જીવવા માટે નવું બહાનું મળ્યું. જાણ થઈ ના કોઈને, ના આંખને, સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું. એક પ્યાસાને ફળી સાતે તરસ, બારણા સામે જ મયખાનું મળ્યું. – હરિશ્ચન્દ્ર જોશી
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.