Home » GL Community » Page 4
સુલતાનની કુર્નિશ બજાવવાની સ્પષ્ટ ના બાળ શિવાજીને એક વખતે પિતા શાહજી ભોંસલે સાથે બિજાપુરના સુલતાનના દરબારમાં જવાનું થયું. શાહજી અને શિવાજી દરબાર તરફ જતા જ હતા ત્યાં તેઓએ જોયું કે, એક ખૂણે કસાઈ ગાયનો વધ કરવા તત્પર બન્યો હતો. ગાય માથું હલાવી ભાંભરડા દેતી હતી. શાહજી આગળ નીકળી ગયા હતા. એટલે સલાહ લેવાનો સમય ન […]
દોડતાં રાક્ષસનાં મોં પાસે ગયા અને… શ્રીકૃષ્ણ ગોકુલમાં ગોપબાળો વચ્ચે મોટા થઈ રહ્યા હતા. તેઓ હવે પાંચ વર્ષના થઈ ગયા હતા. તેઓ ગોપબાળો સાથે વાછરડાં હાંકી જંગલમાં ચરાવવા જતા હતા. એ સૌની સાથે શ્રીકૃષ્ણ પણ દોડી દોડીને આગળ જતા હતા. ગાયો-વાછરડાં ચરી રહ્યાં હતાં. શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે ખેલી રહ્યા હતા. સૌ હસી-મજાક કરી રહ્યા […]
એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રૉઇંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ […]
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
એક મોટું તળાવ હતું. એમાં ત્રણ માછલીઓ રહેતી હતી. એક માછલીનું નામ અગમબુદ્ધિ, બીજી માછલીનું નામ તરતબુદ્ધિ અને ત્રીજીનું નામ પશ્ચાદબુદ્ધિ હતું. અગમબુદ્ધિ ખૂબ સમજદાર હતી. એ જે કંઈ કરતી તે લાંબો વિચાર કરીને કરતી. તરતબુદ્ધિ જ્યારે મુસીબત આવે ત્યારે બચવાનો ઉપાય શોધતી. પશ્ચાદબુદ્ધિ હંમેશા ભાગ્ય ઉપર આધાર રાખતી. એક દિવસ સાંજના […]
ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. […]
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.