Home » GL Community » Page 3
મિત્રો, બાળપણમાં સાંભળેલી વાર્તા આજે ફરી વાંચી ત્યારે એટલી જ તાજી લાગી. તેને ભલે બાળ વાર્તા કહીએ પણ નાના-મોટા સૌને વાંચવામાં મજા પડે તેવી આ વાર્તા છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે. એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો ! ચારે તરફ અંધેર ! કોઈ વાતનું ઠેકાણું જ નહિ. એનો એક રાજા હતો. […]
ગુરુનાનક ધર્મ યાત્રા પર નીકળ્યા હતા. ગામની ધર્મશાળામાં મુકામ નાખ્યો. ભાવિક ભક્તોનું ટોળું તેની આજુબાજુ ફરી વળ્યું. જમવાનો વખત થયો. એટલે એક ગરીબ લુહાર પોતાના ઘરેથી મકાઈના બે રોટલા લઇ આવ્યો. બીજી બાજુ ગામનો જમીનદાર પણ પોતાના માણસો પાસે પોતાની એ વિવિધ વાનગીઓનો થાળ ઉપડાવીને આવી પહોંચ્યો. હવે ગુરુનાનક આગળ બે જાતના ભોજન પડ્યા હતા. […]
વર્ષો પહેલાંની આ સાવ સાચી વાત છે. હૈદરાબાદ વિશ્ર્વવિદ્યાલયના ચોગાનમાં એક લીમડાનું ઝાડ ઊભું હતું. આંખોને ઠારતું, શીતળ છાંયડો પાથરતું આ ઝાડ વિદ્યાર્થીઓને જ નહિ, શિક્ષકોને પણ બહુ ગમતું હતું. સૌ એના છાંયામાં બેસતા. એની ડાળો પરથી પંખીઓ ટહુકાઓનો વરસાદ વરસાવતાં. એમાં મન ભરી ભીંજાઈને સૌ તરબોળ થઈ જતા. વિશ્ર્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી […]
[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. […]
એક કઠિયારો ખૂબ જ સમયથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. તેવામાં શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો, બીજે જ વર્ષે તેનો પગાર વધવા માંડ્યો. આ જોઈ પહેલા કઠિયારાએ પોતાને તો કદી પગારવધારો નહિ મળવાની ફરિયાદ કરી. શેઠે જવાબ આપ્યો, વર્ષોથી જેટલાં ઝાડ તું કાપતો હતો, તેટલાં જ ઝાડ આજે […]
એક હતું શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઉ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાં બે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે – હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ […]
દ્રોણાચાર્યે કૌરવા તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત કરવા માડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજ પુત્રો એમની પાસે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શિખવા માટે આવવા માડ્યા. વૃષ્ણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી. અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્યપાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ […]
ગંગામાને દીકરા તો હતા નહિ. કુટુંબમાં કહી શકાય તો માત્ર બે દીકરીઓ હતી. ગંગામાની તબિયત એકાએક બગડી જવાનાં સમાચાર સાંભળીને એ બંને સાસરેથી આવી ગઈ હતી. છેવટે, જે ઘડીને સૌ રાહ જોતાં હતાં એ ઘડી આવી પહોંચી. માના મોઢામાં બંને દિકરીઓએ ગંગાજળ મૂક્યું…. ને ગંગામામાં શક્તિનો સંચાર થયો. એમના હોઠ ફફડ્યા. એટલું જ નહિ, અવાજ […]
એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું, આ ફૂલ જે ખીલ્યું,તે ખીલીને તો ખરવાનું, હોડી ન હલેસાં હો, ન શઢ હો ન સુકાની હો, દરિયોય જ દેખાતો ને પાર ઉતારવાનું…….. ‘આદિલ’ મન્સૂરી એક શેઠ પાસે પુષ્કળ ધન હતું પણ મનની શાંતિ નાં હતી એ સતત ચિંતાતુર રહેતા હતા.પોતાની આ સમસ્યા લઈને તેઓ એક સાધુ પાસે […]
ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી. ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે . તે બીજી […]
એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.? બિરબલ બોલ્યો જહાપનાહ આપણા રાજ્યની વાત છોડો આખી દુનિયાના ઘરોમાં પત્નીનું […]
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
એક મોટું તળાવ હતું. એમાં ત્રણ માછલીઓ રહેતી હતી. એક માછલીનું નામ અગમબુદ્ધિ, બીજી માછલીનું નામ તરતબુદ્ધિ અને ત્રીજીનું નામ પશ્ચાદબુદ્ધિ હતું. અગમબુદ્ધિ ખૂબ સમજદાર હતી. એ જે કંઈ કરતી તે લાંબો વિચાર કરીને કરતી. તરતબુદ્ધિ જ્યારે મુસીબત આવે ત્યારે બચવાનો ઉપાય શોધતી. પશ્ચાદબુદ્ધિ હંમેશા ભાગ્ય ઉપર આધાર રાખતી. એક દિવસ સાંજના […]
ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. […]
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.