Home » GL Community » Page 2
શાસ્ત્રો મુજબ આ શિવલિંગ તમારી મનોકામના પૂરી કરી શકે છે શાસ્ત્રોમાં શિવલિંગનાં અનેક પ્રકારનાં વર્ણનો છે. જો કોઈ પોતાની મનોકામના મુજબ જે-તે શિવલિંગની પૂજા કરવામાં આવે તો તેની ઇચ્છા ખૂબ જ જલદી પૂરી થાય છે ત્યારે આવો, જાણીએ કયું શિવલિંગ તમારી કઈ ઇચ્છા પૂરી કરે છે. ભૂમિ ખરીદવાની ઇચ્છાવાળા વ્યક્તિએ ફૂલોનું શિવલિંગ બનાવી તેની પૂજા […]
ગળપણથી રહો દૂર…. ડાયાબિટીસની સારવારમાં ખોરાકનું નિયંત્રણ ઘણું અગત્યનું છે. ડાયાબિટીસનો દર્દી એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કાર્ય કરતો હોય છે. તેમનો આહાર સમતોલ અને પુરતા પોષક તત્વોથી ભરપૂર હોવો જરી છે. ડાયાબિટીસમાં આહાર વ્યક્તિની જીવનશૈલી દર્દીની ઉંમર, વજન, તેમની દૈનિક પ્રવૃતિ, રોજીંદી કેલેરીનો તેમની જરિયાત વિગેરે સિધ્ધાંતોને અનુસરીને નકકી કરવો જોઈએ. * […]
માણસને બદામ ખાવાથી નહિ પણ જીવનમાં ઠોકર ખાવાથી અક્કલ આવે છે ઊંડામાં ઊંડી લાગણી પણ મૌન વડે વ્યક્ત થઇ શકે છે કારણકે સમયસરનું મૌન વાણી કરતા વધુ બોલકું હોય છે પ્રેમ એક એવું પુષ્પ છે જે દરેક ઋતુમાં ખીલી શકે છે જો જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણે નું જ્ઞાન થઇ જાય […]
આ પથ્થરને સ્પર્શ કરવા માત્રથી જ પાણીની ધારા વહેવા માંડે છે ઝારખંડની રાજધાની રાંચીથી ૨૦ કિ.મી. દૂર આવેલા એડચોરો નામની પહાડીઓમાં સ્થિત ‘ટંગરા મહાદેવ’ નામનું મંદિર અનેક બાબતોને લઈને સ્થાનિકોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર છે. અહીંના મંદિરના પ્રાંગણમાં એક શિલા આવેલી છે. કહેવાય છે કે, જે કોઈ સાચા દિલથી ‘મહાદેવ ટંગરા’ની આ શિલા પર હાથ ફેરવે […]
હું એક ડુંગળી છું. મારો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ડિંડોરી ગામમાં થયો હતો. મારા જન્મ માટે ખેડૂતે ખૂબ જ મહેનત કરી હતી. મારા જન્મ સમયે ખેડૂત અને તેનો પરિવાર ઘણો ખુશ હતો. તેમની લાગણીઓ અને ખુશી જોઈને હું પણ રાજી થઈ ગઈ હતી. મને જમીનમાંથી બહાર કાઢી સાફ-સફાઈ કરી બીજી ડુંગળીના ઢગલામાં સામેલ કરવામાં […]
# સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત, સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત # સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય, વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય. # સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર, ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર. # સર્વ દિવસ સરખા નથી, દુ:ખદાયક પણ કોઈ, સુખ ભોગવીએ સર્વ તો […]
વિચાર અને અનુભૂતિના એક અલૌકિક વિશ્ર્વમાં લઈ જનાર એક સુંદર પુસ્તક વાંચવામાં આવ્યું. પુસ્તકનું શીર્ષક છે – ‘ખેડૂત ખેતર અને ખેતી.’ તેના લેખક છે, શ્રી શૈલેશ રાવલ અને પ્રકાશક છે GNFC, ખેતીપ્રધાન દેશમાં ભુલાઈ ગયેલો વિષય એક નવા અને પ્રેરક આયામ સાથે લેખક આપણી સામે આવે છે. ખૂબ અઘરા અને ટેકનિકલ વિષયને તદ્દન સરળ બનાવીને […]
અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી. અક્કરમીનો પડિયો કાણો. (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.) અધુરો ઘડો છલકાય ઘણો. અપના હાથ જગન્નાથ. અંતે ધર્મો જય, પાપો ક્ષય. અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો. અન્ન એવો ઓડકાર. અતિની ગતિ નહીં. અક્કલ ઉધાર ન મળે અક્કલનો […]
ફરાળી મુઠીયા બનાવવા માટેની સામગ્રી: ૧ કપ બાફીને છીણેલો બટાકો ૧/૨ કપ શેકેલા શીંગ દાણા નો ભૂકો ૧/૨ કપ રાજેગરા નો લોટ ૧/૨ કપ દહીં ૧/૨ કપ પલાળેલા સાબુદાણા સ્વાદ પ્રમાણે સિંધવ ૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા) ૧/૪ ટી.સ્પૂન આદુ(ક્રશ કરેલું) ૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર ૧ ટેબ.સ્પૂન ખાંડ વઘાર માટે: ૧ ટેબ.સ્પૂન […]
શું તમે એવું સુકું સરોવર જોયું છે જેમાં રહેલા ભારેભરખમ પથ્થર જાતે જ એની જગ્યાએથી સરકે છે અને એક ખૂણેથી બીજે ખૂણે પહોચી જાય છે ? આ દ્રશ્ય અમેરિકાના કેલીફોર્નીયામાં આવેલી ઇનયો કાઉન્ટીમાં આવેલા ડેથ વેલી નેશનલ પાર્કના ઉતર પશ્ચિમ ભાગમાં ઘણી વાર જોવા મળે છે. આ ડેથ વેલી નેશનલ પાર્ક દરિયાની સપાટીથી 3608 ફૂટ […]
બાલુશાહી સામગ્રી :- 500 ગ્રામ મેંદો 200 ગ્રામ ઘી (મોણ માટે) 2 ચમચા દહીં (મોળું) 750 ગ્રામ ખાંડ અડધી ચમચી બેકિંગ પાઉડર અડધી ચમચી બેકિંગ સોડા અડધી ચમચી એલચીનો ભૂકો ચપટી મીઠું થોડો લીંબુનો રસ ઠંડુ પાણી તળવા માટે ઘી રીત :- મેંદામાં ચપટી મીઠું નાખી ચાળવો. દહીંમાં બેકિંગ પાઉડર અને બેંકિંગ […]
અર્વાચીન કવિતા બાપાની પીપર (દલપતરામ) પ્રહસન નાટક મિથ્યાભિમાન (દલપતરામ) નાટક લક્ષ્મી (દલપતરામ) કરૂણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ (દલપતરામ) નવલકથા કરણઘેલો (નંદશંકર મહેતા) મહાનવલકથા સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી) આત્મકથા મારી હકીકત ( નર્મદ) જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત (પ્રાણસુખલાલ મથુરદાસ) પ્રબંધ કાવ્ય કાન્હ્ડે પ્રબંધ (પજ્ઞનાભ ૧૪૫૬) લોકવાર્તા હંસરાજ-વચ્છરાજ (વિજયભદ્ર ૧૩૫૫) રાસ ભરતેશ્વર બાહુબલિરાસ (શાલિભદ્રસુરિ ૧૧૮૫)
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.