Home » GL Community » Page 3
યોગ એટલે જીવન જીવવાની કલા એમ ટૂંકી વ્યાખ્યામાં મઢી શકાય. યોગ એટલે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી. યોગ એ આપણા મહર્ષિઓની સૈકાઓ પુરાણી પારંપારિક સાંસ્કૃતિક ખજાનો છે, જે આજે વૈશ્વિક સમાજને ભારત દેશની અમૂલ્ય ભેટ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને માણસની તંદુરસ્તીની બહોળી વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : હૅલ્થ એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ […]
જિંદગી અત્યંત ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. જિંદગીની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન કરી શકાય. દરેક વ્યક્તિની જિંદગી જુદી અને અનોખી હોય છે. બે જિંદગીની સરખામણી ન થઈ શકે. એકસાથે જીવતા બે માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે. જિંદગીની મજા જ એ છે. એક ઝાડનાં બે પાન પણ સરખાં હોતાં નથી. એક છોડનાં બે ફૂલ પણ અલગ […]
ગુજરાતી સાહિત્યનો વિશ્વસ્તરે પ્રસાર (અહેવાલ) – ભાષાની ‘વાડ’ ઓળંગી અંગ્રેજીમાં પહોંચ્યું ગુજરાતી સાહિત્ય – ઈલા મહેતા લિખિત ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું વિમોચન થયું – ઘણી ગુજરાતી કૃતિઓ અનુવાદિત થઈ છતાં વિશ્વસ્તરે હજી ગુજરાતી સાહિત્ય ઉપેક્ષિત અમદાવાદ: સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ થકી ગુજરાતી સાહિત્યને લીલુછમ્મ રાખવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ઈલા આરબ મહેતાની નવલકથા ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું […]
(‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર) નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો ઉપરવાળો જાણે… કોઈ દા’ડો લેસન […]
જો ઔરોંકો વ્રત કરાને કે કાબિલ હોતે હૈં, વો ખુદ કભી વ્રત નહીં કરતે ઠાકુર! જીહા, હું એટલી માથાભારે શખ્સ છું કે, મારી સાથે શિંગડાં ભેરવવાની ભૂલ કરે એનાં ભૂખ-ઊંઘ હરામ કરી નાખું છું અને ભગવાનનું નામ લેતા કરી દઉં છું. (કે મારું નામ ‘ન-લેતાં’ કરી દઉં છું) વ્રતમાં આ ત્રણ વાનાં જ હોય છે […]
આ ધરતી પર અવતરેલી પ્રત્યેક વ્યક્તિનું જીવન વિશિષ્ટ હોય છે. કષ્ટો અને અનુભવોથી ભરપૂર હોય છે. સાદું, સીધું, સરળ નથી હોતું. જીવનનાં થોડાં વર્ષો તો સંઘર્ષમય હોય છે જ. જીવનના કંટકમય માર્ગમાંથી રસ્તો શોધવો એ શિક્ષણનું પરિણામ છે. દુ:ખદ એ છે કે અત્યારના જનજીવનમાં શિક્ષણ ડિગ્રી, કારકિર્દી અને કમાણી સાથે સઘન રીતે જોડાયેલું છે, જીવન […]
એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’ હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’ ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’ હું : ‘હું કેવી રીતે માનું કે […]
તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે. દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા […]
ગુરુપૂર્ણિમા ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુપૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક જેમના જીવનમાં ગુરુ નથી, તેમના માટે ગુરુનાં ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા માટે. ગુરુ, પિતા, માતા, લેખ, શિક્ષક. કોઈપણ હોઈ શકે. 'ગુ' […]
માર્ચ, 2000માં મારો પુત્ર અમિત ટૉરન્ટો (કૅનૅડા) ગયો ત્યારે પશ્ચિમના દેશમાં જવાની તેની ખ્વાઈશ ફળીભૂત થઈ. આ અગાઉ તે 1997માં કિસુમુ (કેન્યા, પૂર્વ આફ્રિકા) સર્વિસ માટે ગયો હતો, અને તે બે વર્ષ ત્યાં રહ્યો પણ હતો. ટૉરન્ટો ગયા બાદ, દોઢેક વર્ષ પછી અમને ત્યાં બોલાવવાનો તેનો આગ્રહ હતો અને જુલાઈ 2002માં સુશીલા તથા હું ત્યાં […]
તમે તમારા બાળકને સિગારેટ પીવા આપશો? હાનિકારક પ્રિઝર્વેટિવ્ઝ, એડીટિવ્ઝ, ખાંડ અને કૃત્રિમ રંગોવાળા જંકફૂડનું પણ વ્યસન થાય છે સર ફ્રાન્સિસ બેકને આજથી ૩૮૪ વર્ષ પહેલાં કહેલું- એક માનવની મૂર્ખાઈ બીજા તકસાધુ વેપારી માટે ધનના ઢગલા ખડકાય છે. આજે આખા ભારતને મૂરખ બનાવીને ઠંડાં પીણાંની મિલ્ટનેશનલ કંપનીઓ તેના જંકફૂડ પીરસે છે. તેમાં ૧ ઓક્ટોબર, ૨૦૦૯થી ભારતના […]
એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’. ‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’ પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’ આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી. […]
સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના […]
તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે. દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા […]
[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908) તારી તબિયત વિષે શ્રી વેહરે આજે તાર કર્યો છે. મારું મન ટુકડે ટુકડા થઈ રહ્યું છે, પણ તારી ચાકરી માટે પહોંચી શકું એ શક્ય નથી. સત્યાગ્રહની લડાઈમાં મેં બધું જ અર્પિત કરી દીધું છે. હું ત્યાં આવી જ નહિ શકું. દંડ ભરી દઉં તો જ આવી શકું, પણ […]
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ