Home » GL Community » Page 2
સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના […]
એક સારા સમાચાર છે અને એક ખરાબ. સારા સમાચાર એ છે કે એવું સાબિત થયું છે કે બપોરના સમયે ઝોકું લેવાથી બ્લડ પ્રેશરનું લેવલ ઘટે છે જ્યારે ખરાબ સમાચાર એ છે કે જે યુવાન વ્યક્તિઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તેઓ વધારે કોફી પીએ તો એમને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. બપોરે એકાદ ઝોકું […]
એક આવકારદાયક યોજના અભ્યાસ દરમિયાન તમારા મનમાં જાત જાતના અને ભાતભાતના પ્રશ્ર્નો થતા હશે. મારો અભ્યાસક્રમ, મારી ડિગ્રી બરાબર તો છે ને ! મને કેવું કામ મળશે? મને ગમશે કે નહીં? મને મઝા આવશે કે નહીં? જેવા પ્રશ્ર્નો ઉદ્ભવતા હશે અને સ્વાભાવિક છે. આપણે ત્યાં કૉલેજ-યુનિ.નો અભ્યાસ અને વ્યવસાય વચ્ચે બરાબર અનુસંધાન સધાયું નથી – […]
ઇસ દૌર કે રિશ્તોં મેં વફા ઢૂંઢ રહે હો, અચ્છા હૈ ચલો, કુછ તો નયા ઢૂંઢ રહે હો. – રાજેન્દ્ર ચાંદ. દરેક વાત, દરેક વાદ, દરેક વિવાદ અને દરેક ફરિયાદનો એક અંત હોવો જોઈએ. દરેક દિવસને એક રાત હોય છે. દરેક વાક્યને એક પૂર્ણવિરામ હોય છે. જેનો આરંભ હોય એનો અંત પણ હોય જ છે. જિંદગીમાં ઘણી બાબતો […]
આપણે આપણા વેપારધંધાનો – આપણી ધંધામાં થતી આવક-જાવકનો હિસાબ રાખીએ છીએ પરંતુ આપણે આપણા તન-મનના ચલણ-વલણનો હિસાબ રાખીએ છીએ ખરા ? એમ મનાય છે કે ભગવાન જ્યારે કોઈ જીવને મનખાવતાર આપે છે ત્યારે તેને આ ધરતી પર રહી કેટલા શ્વાસ લેવા તે પણ એના થકી નક્કી થયેલું હોય છે ! ઑટોરિક્ષામાં બેસતાં જેમ ભાડાનું મીટર […]
આજે ૨૪ ઑગસ્ટના રોજ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી નર્મદનો જન્મદિન છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમના જન્મદિન નિમિત્તે આ દિવસ ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે પણ ઉજવાય છે. નર્મદ માત્ર કવિ જ નહીં પણ નિબંધકાર, આત્મકથાકાર, પિંગળકાર, સંપાદક, કોશકાર અને નાટ્ય સંવાદ લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. સુરતની ધરાનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે […]
નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો ઉપરવાળો જાણે… કોઈ દા’ડો લેસન કરવા બેઠી હોઉં, પરીક્ષા […]
આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિબાપુ હિંદુ ધર્મ અને સંસ્કૃતિની મહાન ધરોહર સમા મૂલ્યવાન ધર્મગ્રંથ રામાયણના આધારે આદર્શ, સુસંસ્કૃત અને ચરિત્રવાન સમાજના નિર્માણ માટેના સઘન પ્રયાસો પોતાનાં ઉપદેશવચનો દ્વારા કરી રહ્યા છે. તેમના એક પુસ્તક આનંદરાહ બતાવે રામાયણમાંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત કરાયું છે. ચાલો તે વાંચનરૂપી જ્ઞાનગંગામાં ડૂબકી મારી પાવન થઈએ. ……………………………………………………………………………………………………………………………………… માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ […]
આત્મવિશ્વાસુ બનવું છે? આત્મવિશ્વાસ વગરનુ જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. આ એક એવો ગુણ છે જે તમારુ જીવન બદલી શકે છે. આપણામાંથી ઘણા લોકો પાસે આ ગુણ નથી હોતો અને તેના કારણે જીવન દુષ્કર થઈ જાય છે. તો આપનું જીવન પણ આત્મવિશ્વાસથી ભરપુર કરવા અને તમારા પસંદિદા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા આટલી ટિપ્સ અપનાવી જૂઓ […]
શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધના, ઉપાસના અને ભક્તિનું પર્વ. દર વર્ષે આવતા આ પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા- અર્ચના થાય છે. ભક્તજનો અનેક રીતે ઉપાસના કરે છે. શ્રાવણ માસ શરૂ થતાં જ શિવલિંગ ઉપર વિવિધ પૂજાસામગ્રીથી અભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાતઃકાલથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. આ રુદ્રાભિષેકમાં રુદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વખત આવર્તન […]
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઉલઝનોં ઔર કશ્મકશ મેં ઉમ્મીદ કી ઢાલ લિયે બૈઠા હૂં, એ જિંદગી! તેરી હર ચાલ કે લિયેં મૈં દો ચાલ લિયે બૈઠાં હૂં, ચલ માન લિયા દો-ચાર દિન નહીં મેરે મુતાબિક, ગિરેબાન મેં અપને યે સુનહરા સાલ લિયે બૈઠા હૂં. દરેક માણસ પોતાની વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી. દરેકના […]
મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ…. જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી કુટુંબ પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ અભ્યાસ ૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી. વ્યવસાય ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના […]
સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના […]
તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે. દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા […]
[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908) તારી તબિયત વિષે શ્રી વેહરે આજે તાર કર્યો છે. મારું મન ટુકડે ટુકડા થઈ રહ્યું છે, પણ તારી ચાકરી માટે પહોંચી શકું એ શક્ય નથી. સત્યાગ્રહની લડાઈમાં મેં બધું જ અર્પિત કરી દીધું છે. હું ત્યાં આવી જ નહિ શકું. દંડ ભરી દઉં તો જ આવી શકું, પણ […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.