Home » GL Community
Gujarati Language Lover
વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે. શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે […]
એક ઉંમરલાયક સ્ત્રી બ્યુટી ક્લિનિકમાં જઈને…. શું મારા ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે ? મારા ચહેરા પરના કાળા ડાઘ દૂર થઈ શકે ? હું જુવાન જેવી દેખાઈ શકું ? બ્યુટિશિયનઃ હા, ચોક્કસ થઈ શકો ! એકાદ લાખ રૂપિયા આપો તો કરી દઈએ. સ્ત્રીઃ સસ્તામાં સસ્તો ઉપાય બતાવો. બ્યુટિશિયનઃ એમ કરો…200 રૂપિયાનો બૂરખો લાવીને પહેરો.
(અમદાવાદ સ્થાપના દિવસ ૨૬ ફેબ્રુઆરીએ કવિ શ્રી અનિલ ચાવડાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી કવિતા) અમદાવાદ આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે ‘જબ કૂત્તે પે સસ્સા આયા’ની જૂની ઘટનાનું અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું કરી શકો તો જલસાનું નહીંતર મડદાનું બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો […]
વાત દિવસની નથી મને રાત ડરાવે છે મારી નાની ઝૂંપડીને ચક્રવાત ડરાવે છે…. ભેટમાં મળ્યાં છે લોહીનાં અનેક આંસુ જીવનની હવે હરેક સોગાત ડરાવે છે… છોડી પ્રેમની વાત કોઈ બીજ વાત કરો વગર વાંકે તરછોડનો આઘાત ડરાવે છે… મારા લીધે કોઈ બદનામ ન થઈ જાએ તેથી જ મને તારી મુલાકાત ડરાવે છે…. પોતીકાંએ […]
ઊગશે સુખનો દિવસ એ વાતવાળા કયાં ગયાં ? સપનું આંખોમાં સજાવી રાતવાળા કયાં ગયાં ? પાટું પડતાને પડે છે, જોઇ લો ઇતિહાસમાં પીઠ ખુલ્લી મેં ધરી છે લાતવાળા કયાં ગયાં ? છે ભવોભવની તરસ ખાબોચિયાંથી શું વળે ? ક્યાં ગયા, બોલાવ દરિયા સાતવાળા કયાં ગયાં ? જિંદગી રંગીન હો તો શ્વેત ખાપણ પરવડે ? ઓઢણીમાં […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.